અંકલેશ્વર: જુના દિવા ગામના પટેલ યુથ ક્લબ અને શ્રી બાર ગામ લેઉઆ પાટીદાર સમાજ દ્વારા બીજી ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજન

New Update
અંકલેશ્વર: જુના દિવા ગામના પટેલ યુથ ક્લબ અને શ્રી બાર ગામ લેઉઆ પાટીદાર સમાજ દ્વારા બીજી ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજન

અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામના પટેલ યુથ ક્લબ અને શ્રી બાર ગામ લેઉઆ પાટીદાર સમાજ દ્વારા બીજી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અંકલેશ્વર તાલુકાના જૂની દીવી ગામના રોયલ સપોર્ટ ક્લબ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટની ફાઈનલ ગતરોજ રમાઈ હતી. જેમાં રાણીપુરા ઇલેવન અને અંદાડાની શિવકૃપા ટીમ વચ્ચે યોજાઈ હતી જેમાં શિવકૃપા ટીમનો વિજય થયો હતો.

દેશ અને દુનિયામાં હમણાં ક્રિકેટના ફિવરનો આંક ઘણો ઉંચો છે, ભરૂચ જિલ્લામાંથી ઘણા ખેલાડીઓ રાજ્યકક્ષા સુધી ક્રિકેટ રમી રહ્યા છે. ત્યારે યુવાનોમાં ક્રિકેટ પ્રત્યે રુચિ કેળવાઈ અને ગ્રાઉન્ડ પર પોતાની ક્ષમતા પ્રદર્શિત કરી શકે ઉપરાંત સમાજના યુવાનો એકબીજાના સંપર્કમાં આવે અને એકબીજાથી પરિચિત રહે તેવા આશયથી અંકલેશ્વરના જુના દિવા ગામના પટેલ યુથ ક્લબ દ્વારા શ્રી બાર ગામ લેઉઆ પાટીદાર સમાજના ગામોના યુવાનો વચ્ચે બીજી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અંકલેશ્વરના જૂની દીવી ગામના રોયલ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.

ટુર્નામેન્ટમાં જુના દિવા, રાણીપુરા, અંકલેશ્વર, અંદાડા, ગોવાલી, મુલદ, અંબોલી, છાપરા જેવા ગામોના ખેલાડીઓ અને તેમની ટીમોએ ભાગ લીધો હતો, આયોજક પટેલ યુથ ક્લબ દ્વારા આ બધા ગામોની ૧૧ ટીમો વચ્ચે કુલ ૧૯ મેચ રમાડવામાં આવી હતી. જેમાં સેમી ફાઇનલમાં જુના દિવા અને રાણીપુરા, અંદાડા શિવકૃપા અને અંદાડા ની બી ટીમ આવ્યા હતા જેમાં જુના દિવા સામે રાણીપુરા ઇલેવન વિજેતા થઈ હતી અને અંદાડા બી ટીમ સામે અંદાડાની શિવકૃપા વિજેતા થઈ હતી.

જેથી ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ રાણીપુરા ઇલેવન અને અંદાડાની શિવકૃપા વચ્ચે રામયો હતો, ભારે રસાકસી બાદ પટેલ યુથ ક્લબ દ્વારા આયોજિત બીજી ટુર્નામૅન્ટમાં અંદાડાની શિવકૃપા વિજેતા થઈ હતી, વિજેતા ટીમ અને રનર્સ અપ ટીમ ને શ્રી બાર ગામ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ અને ઉપ પ્રમુખના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના વડીલો યુવનપો મોટી સંખ્યામાં જૂની દીવી ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories