/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/04/mulayam-akhilesh-759-580x395.jpg)
ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં હાર બાદ સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંહ યાદવે પ્રથમવાર મૌન તોડ્યું હતું. એક ભાષણ દરમિયાન મુલાયમસિંહે દીકરા અખિલેશ યાદવની ટીકા કરતા જણાવ્યું હતું કે, જે પોતાના બાપનો ના થઇ શક્યો તે બીજા કોઇનો બની શકે નહીં. કોઇ અન્ય નેતાઓનું ઉદાહરણ આપતા મુલાયમે કહ્યું કે, કોઇ નેતા પોતાના દીકરાને મુખ્યમંત્રી બનાવે નહીં પરંતુ મેં બનાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણી દરમિયાન મુલાયમસિંહ યાદવની નાની પુત્રવધૂ અપર્ણા અને ભાઇ શિવપાલ યાદવ માટે મત માંગ્યા હતા. ચૂંટણી બાદ મુલાયમ અને અખિલેશ અનેકવાર સાથે દેખાયા હતા. ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યુ હતુ કે મુલાયમ અને અખિલેશ વચ્ચે બધુ યોગ્ય ચાલી રહ્યું છે પરંતુ મુલાયમસિંહના આ નિવેદન બાદ એવું લાગે છે કે બાપ અને દીકરા વચ્ચે હજુ સમ્ભનદો સુધર્યા નથી.