Connect Gujarat
સમાચાર

અમદાવાદ : દેશના પ્રથમ સી પ્લેન માટે જેટી બનાવવાની કામગીરી પૂરજોશમાં, જુઓ શું છે જેટીની ખાસિયત..!

અમદાવાદ : દેશના પ્રથમ સી પ્લેન માટે જેટી બનાવવાની કામગીરી પૂરજોશમાં, જુઓ શું છે જેટીની ખાસિયત..!
X

દેશમાં પ્રથમ સી પ્લેન માટે અમદાવાદ અને કેવડિયા કોલોની ખાતે વોટર એરોડ્રમ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે વોટર એરોડ્રામ માટે 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર જાડાઈ ધરાવતી જેટી તૈયાર કરવામાં આવી છે. જોકે હાલમાં એક જ સી પ્લેનનો ઉપયોગ થવાનો હોવાથી જેટી 24 મીટરની જ રાખવામાં આવી છે. ત્યારબાદ તબક્કાવાર જેટીને લંબાવામાં આવશે.

અમદાવાદના આંબેકડર બ્રિજ નજીક જ્યા સી પ્લેનનું ટર્મિનલ બનાવવામાં આવ્યું છે, ત્યાં જેટીને ફિક્સ કરવામાં આવી છે. આ જેટી 1200 માણસોને ઉભા રહેવાની ક્ષમતા ધરાવે છે. જેટી માટે 12 મીટર લાંબા અને 3 મીટર પહોળા એક પોન્ટુન મળી કુલ 6 પોન્ટુનની મદદથી રિવરફ્રન્ટ ખાતે જેટી બનાવવામાં આવી રહી છે. વધુમાં કોંક્રીટથી તૈયાર થયેલી આ જેટી અંદરથી પોલી છે અને તેમાં વચ્ચે એક્સપાન્ડેડ પોલિસ્ટાયરિન ભરવામાં આવ્યું છે. જેથી જેટી લીજેક થાય ત્યારે પણ તેમાં પાણી નહીં ભરાય અને હંમેશા તરતી જ રહેશે. જેટી તૈયાર કરતી કંપની મરીન ટેક ઇન્ડિયા છે. જેટી માટે નદીમાં પાણીનું લેવલ ઓછામાં ઓછું 3 ફૂટ રાખવું પડશે. જેટીની ઊંચાઈ 1 મીટર છે જેમાંથી અડધી જેટી પાણીમાં રહેશે અને અડધી પાણીની ઉપર રહેશે. અગાઉ સ્ટીલ કે લાકડામાંથી જેટી તૈયાર કરાતી હતી અને તે ખૂબ જ ખર્ચાળ હોવાની સાથે તેનું મહત્તમ આયુષ્ય 15 વર્ષનું હોય છે, ત્યારે આ જેટીનું વજન 18000 કિલોગ્રામ છે અને તેનું આયુષ્ય 50 વર્ષનું છે.

Next Story