આમોદ-જંબુસરને જોડતા ઢાઢર નદીના બ્રિજ મુદ્દે કોંગ્રેસે કાઢી તંત્રની સ્મશાન યાત્રા, પોલીસે કરી અટકાયત

પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી તથા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઢાઢર બ્રિજ પર ભાજપના બેનરોને ઉંધા પહેરીને રોષ વ્યકત વ્યક્ત કર્યો.

New Update

ભરૂચના આમોદ જંબુસર રોડ પર આવેલો છે બ્રિજ

ઢાઢર નદી પરનો જર્જરીત બ્રિજ

બ્રિજ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

તંત્રની કાઢવામાં આવી સ્મશાન યાત્રા

પોલીસે કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત

ભરૂચના અમૃતથી જંબુસરને જોડતો ધાધર નદી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં થઈ ગયો હોવા છતાં તંત્ર દ્વારા તેનો સમારકામ ન કરાતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું
ભરૂચના આમોદ-જંબુસરને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવા છતાં નવા બ્રિજના નિર્માણને લઇ કાયમી ઉકેલ ન આવતાં કોંગ્રેસે આજે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી તથા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઢાઢર બ્રિજ પર ભાજપના બેનરોને ઉંધા પહેરીને રોષ વ્યકત વ્યક્ત કર્યો.
કાર્યકરોએ મુખ્યમંત્રી-ગૃહમંત્રી રાજીનામું આપો જેવા સૂત્રોચાર સાથે સ્મશાન યાત્રા કાઢી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનના પગલે  આમોદ અને જંબુસર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પોલીસે પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિત તમામ કાર્યકરોને અટકાયત કરી આમોદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મહીસાગર નદી પર આવેલા મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા પછી આ બ્રિજ પણ જર્જરીત હાલતમાં હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.