અંકલેશ્વર : રામકુંડ તીર્થ અને કબીર આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી,ભક્તોએ મેળવ્યા ગરુજીના આશીર્વાદ

અંકલેશ્વરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. શહેરના રામકુંડ તીર્થધામ , કબીર આશ્રમ સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી આશ્રમમાં ભક્તોએ ભજન કીર્તનની બોલાવી રમઝટ

New Update
  • અંકલેશ્વર ગુરુપૂર્ણિમાએ ભક્તિમય રંગમાં રંગાયું

  • ગુરુપૂર્ણિમાએ છલાક્યો ભક્તોનો ભક્તિરસ 

  • રામકુંડ તીર્થ,કબીર આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

  • ગુરુદેવના આશ્રમમાં ભક્તોએ ભજન કીર્તનની બોલાવી રમઝટ

  • ગુરુવંદના અને આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી 

અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.જ્યારે શહેરના કબીર આશ્રમમાં પણ ગુરુ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો.

અંકલેશ્વરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. શહેરના રામકુંડ તીર્થધામ કબીર આશ્રમ સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી હતી.ગુરુના આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

અંકલેશ્વરના વિવિધ મંદિર અને આશ્રમોમાં ભક્તોએ ગુરુ વંદના કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા.અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા.,અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.

તો બીજી તરફ પંચાટી બજારમાં આવેલ  કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ભજન કીર્તન સાથે  ગુરુ ચરણ દાસજીની ગુરુ વંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા.અને ગુરુપૂર્ણિમાના પાવન અવસરે કબીર આશ્રમમાં ભક્તિરસ છલકાયો હતો.

Latest Stories