New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-288.jpg)
ભારે પવનને કારણે વીજ વાયર એકબીજા સાથે ઘર્ષણ થતાં વીજ કરંટના તણખલા ઉડતાં જોવા મળ્યા
વીજ કરંટના તણખલા થવાથી સત્વરે આસપાસના દુકાનદારોએ દુકાનો બંધ કરી
અરવલ્લી જિલ્લામાં ગત મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળ છાયું વાત૨વરણ સર્જયું હતું, તો ભારે પવનને કારણે વીજ પોલે પણ નુકસાન થવાની ઘટનાઓ સામે આવી છે. મોડાસાના કોલેજ રોડ વિસ્તારમાં વીજ પોલના વાયર ભારે પવનને કારણે એકબીજા સાથે ઘર્ષણ થતાં વીજ કરંટના તણખલા ઉડતાં જોવા મળ્યા હતા. વીજ કરંટના તણખલા થવાથી સત્વરે આસપાસના દુકાનદારોએ દુકાનો બંધ કરી દીધી હતી.. જોકે આપ્રકારની ઘટનાઓને પગલે મોડી રાત્રે સાવચેતીના ભાગરૂપે વીજળીનો પ્રવાહ બંધ કરી દેવાયો હતો
Latest Stories