અરવલ્લી : આ રેલવે સ્ટેશન નથી પણ છે ARTO કચેરી, જાણો કેમ લાગી છે કતાર

New Update
અરવલ્લી : આ રેલવે સ્ટેશન નથી પણ છે ARTO કચેરી, જાણો કેમ લાગી છે કતાર

રાજયમાં ટ્રાફિકનો નવો કાયદો અમલમાં

આવ્યાં બાદ આરટીઓ કચેરી ખાતે લોકોનો ધસારો જોવા મળી રહયો છે ત્યારે અરવલ્લી

જિલ્લાની એઆરટીઓ કચેરીનું સર્વર ઠપ થતાં અરજદારોની કતાર લાગી હતી.

આપ જે દ્રશ્યો જોઇ રહયાં છો તે કોઇ

રેલવે સ્ટેશનના નથી પરંતુ અરવલ્લી જિલ્લાની આરટીઓ કચેરીના છે. કતારમાં ઉભેલા લોકો

તેમનો વારો આવે તેની રાહ જોઇને ઉભેલાં છે. વાત છે એઆરટીઓ કચેરી ખાતે અરજદારોને

પડતી હાલાકીની…. અરવલ્લી

જિલ્લાની એ.આર.ટીઓ કચેરીમાં આજનો દિવસ અરજદારો માટે હાલાકીઓનો દિવસ સાબિત થયો હતો.

કચેરી ખુલતાની સાથે જ સર્વર ઠપ્પ થતાં જ લાઈસન્સ કઢાવવા માટે આવેલા અરજદારો

મુશ્કેલીમાં મુકાયા હતા. સર્વર ઠપ્પ થતાં આરટીઓ કચેરી જાણે રેલવે સ્ટેશનનું

પ્લેટફોર્મ બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. જિલ્લાના ભિલોડા, બાયડ, માલપુર તેમજ અંતરિયાળ વિસ્તાર

મેઘરજમાંથી મોટી સંખ્યામાં અરજદારો લાઇસન્સ માટે આવ્યા હતા, પણ સર્વર બંધ પડતા લોકોને હાલાકીઓનો

સામનો કરવો પડ્યો હતો. સર્વર બપોર બાદ શરુ થતાં અરજદારોને આંશિક રાહત સાંપડી હતી.

Latest Stories