અરવલ્લી : કમોસમી વરસાદથી મગફળીના પાકમાં વધ્યો ભેજ, ખરીદી ન કરાતાં ખેડૂતોમાં રોષ

New Update
અરવલ્લી : કમોસમી વરસાદથી મગફળીના પાકમાં વધ્યો ભેજ, ખરીદી ન કરાતાં ખેડૂતોમાં રોષ

કમોસમી વરસાદે મગફળી સહિતના પાકોનો દાટ વાળી દીધો છે

ત્યારે મગફળીનું વેચાણ કરવામાં ખેડૂતોને પરસેવા પડી રહયાં છે. ભેજવાળી મગફળીની

ખરીદી ન કરાતી હોવાથી ખેડૂતો પાયમાલીના આરે આવીને ઉભા છે. નિહાળો વિશેષ અહેવાલ.

અરવલ્લી જિલ્લાના છ તાલુકાઓમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે જિલ્લામાં 14 હજારથી વધારે ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે. ગત વર્ષે મોડાસા તાલુકામાં મગફળીના 1800 જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી, જ્યારે આ વર્ષે બમણાં એટલે કે, 3800 જેટલા ખેડૂતોએ મગફળીના વેચાણ માટે નોંધણી કરાવી છે. આ વર્ષે જિલ્લામાં અંદાજે 55 હજાર જેટલા હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. જો કે, કમોસમી વરસાદને કારણે મગફળીમાં કાળાશ પડી છે અને ભેજનું પ્રમાણ વધારે હોવાથી ટેકાના ભાવથી ભેજવાળી મગફળી નહિ ખરીદાતી હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહયો છે.