અરવલ્લી : કાશ્મીરમાં ચીનના ઉદ્યોગોને પરવાનગી ન આપવા રજૂઆત
BY Connect Gujarat6 Sep 2019 11:33 AM GMT

X
Connect Gujarat6 Sep 2019 11:33 AM GMT
ભારત સરકાર દ્વારા ૩૭૦ ની કલમ દૂર કરતાં સ્વદેશી જાગરણ મંચે કેન્દ્ર સરકારને કાશ્મીરના મામલે પાકિસ્તાનને ચીની સરકાર દ્વારા મદદ કરતાં તેનો વિરોધ કર્યો છે. સ્વદેશી જાગરણ મંચ દ્વારા અરવલ્લી જિલ્લા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપીને ચીનના કોઇપણ ઉદ્યોગોને કાશ્મીરમાં મંજૂરી ન આપવા રજૂઆત કરી છે.
આવેદનપત્રમાં જણાવ્યું કે, કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાથી દેશને ઘણો ફાયદો છે પણ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા ચીને પાકિસ્તાને તેનું સમર્થન કર્યું છે. ચીન પાકિસ્તાનને સમર્થન કરતા ચીની કોઇપણ કંપનીઓને ભારતમાં ન આવવા દેવી જોઇએ.
Next Story