/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-262.jpg)
અરવલ્લી જિલ્લામાં બટાકાનું મબલક ઉત્પાદન તો થયું પરંતુ ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ મોટા ભાગના બટકા કોલ્ડ સ્ટોરેજમાં મુકવા મજબૂર બન્યા છે.
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ઉત્પાદન થતાં બટાકા મોટા ભાગે પ્રોસેસિંગ એટલે કે, ચિપ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે,, જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બટાકાનો ભાવ પ્રતિ કિલોએ તેર રૂપિયાની આસપાસ છે, જ્યારે ગતવર્ષે બટાકાનો ભાવ સત્તર રૂપિયાની આસપાસ હતો.
એટલે કે, ગતવર્ષની સરખામણીએ પાંચ થી સાત રૂપિયા ભાવ ઓછો હોવાથી કોલ્ડ સ્ટોરેજ હાઉસફૂલ થયા છે. પ્રતિકિલોએ કોલ્ડ સ્ટોરેજનો ભાવ ત્રણ થી ચાર રૂપિયા થતો હોવાથી ખેડૂતોને હાલ મૂળ ઉત્પાદનના ભાવ કરતા પણ ઓછો મળવા જઇ રહ્યો છે. એટલું જ નહીં ગત વર્ષે 64 લાખ કટ્ટા જેટલો બટાકાનો માલ કોલ્ડ સ્ટોરેજમાં હતો.
જે આ વર્ષે ઉત્પાદન વધતાં બટાકાના કુલ 74 લાખ કટ્ટા કોલ્ડ સ્ટોરેજમાં છે. ચાલુ વર્ષે બટાકાનું ઉત્પાદન તો વધ્યું છે, પણ પૂરતો ભાવ ન મળતા આ વર્ષે કુલ ચારસો કરોડના બટાકા કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર છે. ખેડૂતોની માંગ છે કે, ટ્રાન્સપોર્ટ સહિત વિવિધ ખર્ચમાં સબસીડી આપવાની માંગ કરી છે.