આગામી ફિલ્મમાં વરુણ ધવન મજૂરની ભૂમિકા મળશે

New Update
આગામી ફિલ્મમાં વરુણ ધવન મજૂરની ભૂમિકા મળશે

મોટા ભાગે રોમેન્ટિક હિરોની ભૂમિકા ભજવતો વરુણ ધવન એની આગામી ફિલ્મ 'સુઇ ધાગા' માં મજૂરની ભૂમિકામાં જોવા મળશે.

હાલ એની જુડવા-2 ફિલ્મ રિલિઝ થવાની તૈયારીમાં છે. ત્યાર બાદ એની પાસે અન્ય ત્રણ ફિલ્મો છે. જેમાંથી તે પહેલા 'સુઇ ધાગા'નું શૂટિંગ શરૃ કરશે. આ ફિલ્મમાં વરુણની સાથે અનુષ્કા શર્મા જોવા મળશે.

આ ફિલ્મનો હેતુ ભારતની કોટેજ ઇન્ડસ્ટ્રી વિશે જાગૃતી લાવવાનો છે. નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા પર આ ફિલ્મ બનાવવામાં આવી રહી હોવાની પણ ચર્ચા છે.