Top
Connect Gujarat

હેપ્પી બર્થ ડે ટુ કરણ જોહર

હેપ્પી બર્થ ડે ટુ કરણ જોહર
X

આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા ડિરેક્ટર કરણ જોહરનો જન્મદિન છે. ત્યારે અમે તમને જણાવી રહ્યા છે કરણ જોહર વિશે કેટલીક રસપ્રદ માહિતી.

કરણ જોહરે તેના કરિયરની શરૂઆત ડીડીએલજેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર, શાહરૂખના કોશ્યુમ ડિઝાઇનર તરીકે કરી હતી. આ ફિલ્મમાં તેણે નાનકડો રોલ પણ ભજવ્યો હતો.

k 3

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના દરેક પિતાની જેમ કરણ જોહરના પિતા યશ જોહર પણ ઇચ્છતા હતા કે તેમનો પુત્ર અભિનેતા બને. આ વાત કરણે કોફી વિથ કરણમાં શેર કરી હતી. આ શોમાં કરણે જણાવ્યું હતું કે એકવાર મારા પિતાએ મને કહ્યું કે ચાર કિલો વજન ઘટાડી દે અને હીરો બની જા.

કરણ જોહરને તેની ફિલ્મોના નામ કે ઉપર જ રાખવાની માન્યતા લગે રહો મુન્નાભાઇ પછી તૂટી હતી. તે ફિલ્મનો કરણ પર ઉંડો પ્રભાવ પડ્યો હતો અને તેમણે ફિલ્મોના નામ કે પરથી નહી રાખવાનું નક્કી કર્યું હતું.

ઘણાં ઓછા લોકો જાણતા હશે કે કરણ જોહરને ફ્રેન્ચ ભાષાનું સારું જ્ઞાન છે. તેમણે ફ્રેન્ચ ભાષામા ડિગ્રી મેળવેલી છે.

કરણ જોહરને જૂની, એન્ટિક વસ્તુઓનો સંગ્રહ કરવાનો ખૂબ શોખ છે. તેને જ્યારે પણ સમય મળે ત્યારે તે પોતાના આ શોખ પાછળ ટાઇમ સ્પેન્ડ કરે છે.

k 5

ઘણાં લોકો એવું માને છે કે શાહરૂખ કરણ જોહરનો સારો મિત્ર છે. તેથી શાહરૂખ સાથે તેને કામ કરવાનું સારું ફાવે છે. પરંતુ કરણના મતે તેને ઋત્વિક રોશન સાથે કામ કરવાની મજા આવે છે. તેનું કારણ આપતા કરણે જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં બધા પોતાનું 100 ટકા કામ આપે છે જ્યારે ઋત્વિક 300 ટકા આપે છે.

કરણ જોહરનું જીવનનું એક મોટું સ્વપ્ન છે કે તે હિન્દી ફિલ્મ માટે ઓસ્કાર જીતે. તેણે એ પણ વિચારી રાખ્યું છે કે જો તે ઓસ્કાર જીતશે તો પોતાની સ્પીચમાં ધી ઇઝ ફોર યુ ઇન્ડિયા કહેશે.

Next Story
Share it