New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/73fb617a-882d-45c0-a7b0-3cf559d77849.jpg)
આમોદ તાલુકા મહિલા સુરક્ષા સમિતિ દ્વારા લોકોની સુરક્ષા માટે ખડે પગે રહેતા પોલીસ ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.
આમોદ તાલુકા મહિલા સુરક્ષા સમિતિનાં પ્રમુખ ધર્મિષ્ઠાબહેન પટેલ, ધનુબહેન રાણા, મનીષાબહેન પટેલ, નિતલબહેન પટેલ, ચંપાબહેન પટેલ સહિતની બહેનોએ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ભાઈઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.
આમોદ પોલીસ મથકના પીએસઆઇ જી.બી.ડોડીયા સહિત પોલીસ મથકના સ્ટાફને આમોદ તાલુકા મહિલા સુરક્ષા સમિતિએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.