Top
Connect Gujarat

ઉભરાટનાં સમુદ્રનાં તોફાની પાણીમાં મોતને ભેટેલા પાંચ યુવાનોના મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી

ઉભરાટનાં સમુદ્રનાં તોફાની પાણીમાં મોતને ભેટેલા પાંચ  યુવાનોના  મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી
X

સુરતથી નવસારીનાં ઉભરાટ દરિયા કિનારે ફરવા માટે આવેલા પાંચ યુવકો ભરતીનાં પાણીમાં તણાયા હતા, અને મોતને ભેટ્યા હતા.

તારીખ 15મી ઓગષ્ટ અને જન્માષ્ટમીની રજાઓમાં સુરત થી પાંચ યુવકો ફરવા માટે નવસારીના ઉભરાટ ખાતે આવ્યા હતા, જ્યાં દરિયામાં ન્હાતી વખતે અચાનક દરિયાની ભરતીનાં તોફાની પાણીમાં પાંચેય તણાયા હતા. અને દરિયામાં ડૂબી જવાથી તમામ કરુણ મોતને ભેટ્યા હતા.

દરિયાના પાણીમાં લાપતા બનેલા પાંચેય યુવકોની લાશને શોધવા માટે મરિન પોલીસના તરવૈયા સાથે નવસારી નગર પાલિકાનાં ફાયર બ્રિગેડનાં જવાનોએ ભારે શોધખોળ કરતા તારીખ 16મીનાં રોજ પાંચેય યુવકોનાં મૃતદેહ મળી આવ્યા હતા.

Next Story
Share it