New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/63e373e4-5a26-4b81-97a9-253b65e9b6e2.jpg)
કચ્છ જિલ્લામાં BSFને સર્ચ ઓપરેશન દરમ્યાન મહત્વની સફળતા મળી છે.
કચ્છના હરામીનાળાના ક્રિક વિસ્તારમાંથી 5 જેટલી બિનવારસી પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપાઇ જવા પામી છે. મોડી રાત્રે BSFના જવાનો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પાકિસ્તાની ફિશિંગ બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ જાણ કરી એલર્ટ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, BSFના જવાનોને પાકિસ્તાની બોટમાંથી ફક્ત માછીમારીનો સામાન જ મળી આવ્યો હતો. પાકિસ્તાની બોટમાંથી BSFને કોઈ પણ સંદિગ્ધ ચીજવસ્તુ નહીં મળી હતી. પરંતુ હાલ હરામીનાળા વિસ્તારમાં BSFનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી વધુ તપાસ યથાવત રાખવામાં આવી છે.