અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તાવડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: ઝઘડિયાના શિયાલી નજીક ટ્રકની ટકકરે બાઈક સવારનું મોત, રાજકીય કિન્નાખોરીમાં ટ્રક ચઢાવી દીધી હોવાના આક્ષેપ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું,

New Update
accident
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું,જોકે મૃતકની પત્નીએ તેના પતિ પર રાજકીય કિન્નાખોરીથી ઇરાદાપૂર્વક ટ્રક ચઢાવી દીધી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ લખાવાતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ઝઘડિયાના શિયાલી નજીક ટ્રકની ટકકરે બાઈક સવારનું મોત

મૃતકની પત્ની ઉજમબેન ભોગીલાલ વસાવાએ  ઝઘડિયા જીઆઇડીસી પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ સવારના સાડા સાત વાગ્યાના અરસામાં તેઓ તેમના પતિ ભોગીલાલ પરભુભાઈ વસાવા સાથે તેમની મોટરસાયકલ પર બાડાબેડા જવાના ત્રણ રસ્તા પાસે આવેલ તેમના ખેતરે પશુઓ માટે ઘાસચારો લઈ પરત આવી રહ્યા હતા એ દરમ્યાન ટ્રક ચાલકે ઈરાદા પૂર્વક અકસ્માત સર્જી મોત નિપજાવ્યુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.