સુરત : ખેડૂત પાસેથી રૂ. 7.50 લાખ સેરવી લેનાર રીઢા ગઠિયાઓની રિક્ષા ગેંગનો પર્દાફાશ, 4 શખ્સોની ધરપકડ...

સુરત શહેરના સીમાડા નાકાથી મોટા વરાછા સુધી રિક્ષામાં બેસીને જતા ખેડૂત પાસેથી રૂ. 7.50 લાખની રોકડની ચોરી કરનાર 4 ગઠિયાઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • રીઢા ગઠિયાઓની રિક્ષા ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ

  • મોટા વરાછામાં ખેડૂત પાસેથી થઈ હતી રોકડની ચોરી

  • રૂ. 7.50 લાખ સેરવી લેનાર 4 શખ્સો પોલીસના ઝબ્બે

  • પોલીસે શખ્સો પાસેથી 5 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો

  • તમામ આરોપીઓ ભેસ્તાન આવાસના રહેવાસી : પોલીસ

સુરત શહેરના સીમાડા નાકાથી મોટા વરાછા સુધી રિક્ષામાં બેસીને જતા ખેડૂત પાસેથી રૂ. 7.50 લાખની રોકડની ચોરી કરનાર 4 ગઠિયાઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના મોટા વરાછા સ્થિત કસ્તુરી સોસાયટીમાં રહેતા 53 વર્ષીય ભગવાન પ્રેમજીભાઈ જારસાણીયા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના વતન જૂનાગઢના દુધાળા ગીર ખાતેની 11 વીઘા જમીનનો ગત તા. 19 મે-2025ના રોજ ધનશ્યામ સીસોદીયા નામની વ્યક્તિ સાથે સોદો નક્કી થયો હતો. આ જમીન વેચાણના ટોકનના રૂ. 10 લાખની રકમ લઈને તેઓ વતનથી સુરત આવી રહ્યા હતા. આ દરમ્યાન સુરતના સીમાડા નાકાથી મોટા વરાછા સ્થિત તેમના નિવાસસ્થાને જવા માટે રાત્રે રિક્ષામાં બેઠા હતાજ્યાં રસ્તામાં રિક્ષાની પાછળની સીટમાં નાણાં ભરેલો મુક્યો હતો. રિક્ષાચાલકની સાથે ગઠિયાના સ્વાંગમાં બેઠેલા અન્ય 4 પેસેન્જરોએ ખેડૂત ભગવાનભાઈ સાથે ધક્કામુક્કી કરતા હતાતેમને રિક્ષામાં આગળ પાછળની સીટ ઉપર બેસવાનું કહીને ખેડૂતની નજર ચૂકવીને રૂ. 2.50 લાખના 4 બંડલો ભરેલા થેલામાંથી 3 બંડલ રૂ. 7.50 લાખની રકમ કાઢી લઈ રસ્તામાં ઉતારી દઈ ફરાર થઈ ગયા હતા.

નાવ અંગે ઉત્રાણ પોલીસે સહિત સર્વેલન્સ સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જેમાં મોટા વરાછા વીઆઇપી સર્કલ પાસેથીGJ-05-CV-6559 નંબરની રિક્ષાને રસ્તા વચ્ચે આંતરી હતીત્યારે રિક્ષામાં બેઠેલા ઝાકીર ઉર્ફે જમાઈ ઉર્ફે બોબડા નિઝામુદ્દીન શેખઅસ્ફાક ઉર્ફે ચાચુ બશીર શાહઝાકીર ઉર્ફે ભુખા સેયદ હુસૈન અને નઈમ ઉર્ફે ભઇયા નિશાર શાહને પકડી પાડ્યા હતા. રૂ. 3.89 લાખ રોકડ તેમજ રિક્ષા અને મોબાઇલ ફોન મળી રૂ. 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

સુરત : દંડની ડુપ્લિકેટ રસીદ બતાવી RTOના ગોડાઉન પરથી વાહનો છોડાવી જવાના રેકેટનો પર્દાફાશ, 3 શખ્સોની ધરપકડ

સુરત શહેરના સરથાણા ખાતેના ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહનો છોડાવી જવાના રેકેટ મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

New Update
  • RTOની ડુપ્લીકેટ રસીદ બતાવી વાહન છોડવાના રેકેટનો મામલો

  • છેલ્લા 6 મહિનાથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

  • નકલી રસીદ આપી ટ્રાફિક ગોડાઉનમાંથી વાહનો છોડાવતા હતા

  • 3 યુવકો રસીદ લઈ રિક્ષા છોડાવવા જતાં મામલો સામે આવ્યો

  • પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આદરી

સુરત શહેરના સરથાણા ખાતેના ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહનો છોડાવી જવાના રેકેટ મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના સરથાણા પોલીસમાં ટ્રાફિક પોલીસના કર્મીએ ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે રિક્ષા છોડાવવા આવેલા વિશાલક્રિષ્ના અને સંદીપ તેમજ 29 વાહનોના ચાલકો સામે ગુનો નોંધ્યો છે. સરથાણા વિસ્તારમાં ટ્રાફિકનું ગોડાઉન આવેલું છેજ્યાં ટ્રાફિક પોલીસે લાયસન્સ ન હોય તેવા ચાલકોના વાહનો ડિટેઇન કરતા હોય છે. ડિટેઇન કરેલા વાહનોને ગોડાઉનમાં રાખવામાં આવે છે. ગોડાઉનમાંથી વાહનચાલકોRTOમાં દંડ ભરેલી સ્લિપ બતાવી વાહનો છોડાવી જતા હોય છે.RTOમાં દંડ ભરેલી સ્લિપમાં ક્યુઆર કોડ સ્કેન કરતાં જ તેમાં ભરેલી દંડની રકમ સ્પષ્ય દેખાય છેજ્યારે નકલી સ્લિપમાં ક્યુઆર કોડ સ્કેન કરતાં તેમાં કશું દેખાતું નથી અથવા તો કોડ જ સ્કેન થતો નથીજેના કારણે આખું રેકેટ સામે આવ્યું છે. 29 નકલી સ્લિપ બતાવીને વાહનો છોડાવી ગયેલાઓમાં સૌથી વધારે રિક્ષા અને ટુ-વ્હીલર છે.

RTOમાં દંડ ભરેલી નકલી સ્લિપ કાપોદ્રાનો સુનિલ નામનો શખ્સ બનાવતો હોવાનું સામે આવ્યું છે. વાહનચાલકો પાસેથી અમુક રૂપિયા લઈ તે નકલી રસીદ આપી દેતો હતો. પછી વાહનચાલકો નકલી સ્લિપથી વાહનો છોડાવી જતા હતા. જોકેસરથાણા ખાતેના ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહનો છોડાવી જવાના રેકેટ મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.