/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/unnamed-31.jpg)
દિગ્દર્શક કબીર ખાન હાલ સલમાન ખાન અભિનીત ફિલ્મ ટ્યુબલાઈટની શુટિંગમાં વ્યસ્ત છે, ફિલ્મનું પોસ્ટ પ્રોડકશન કામ ચાલી રહ્યુ છે, કબીર ખાન હવે સિરીઝ મારફત ડિજિટલ પ્લેટફોર્મ પર નશીબ અજમાવવાની તૈયારીમાં લાગી ગયા છે.
કબીર ખાન ટૂંક સમયમાં ડિજિટલ વર્લ્ડમાં ઇન્ટરનેશનલ વેબ સિરીઝથી એન્ટ્રી કરવાના છે. 9 -10 એપિસોડની આ સિરીઝ સુભાષચંદ્ર બોઝની ઇન્ડિયન નેશનલ આર્મી પર આધારિત હશે. ફિલ્મના નિર્માતા દિગ્દર્શક કબીર ખાન પોતે જ હશે, આ વેબ સિરીઝ એક યુદ્ધ પર આધારિત હશે, આ એપિક વેબ સિરીઝ વર્ષ 2001માં આવેલી અમેરિકન વોર માં સિરીઝ ઇન્ડિયન બેન્ડ ઓફ બ્રધર્સ પર આધારિત હશે, ખુબ જ લાગણીશીલ આ વેબ સિરીઝની સ્ટોરી હોવાનો દાવો કરાયો છે, વિશેષ રીતે આ વેબ સિરીઝમાં ઇન્ડિયન નેશનલ આર્મીમાં મહિલાઓના યોગદાન પર ભાર મુકાયો છે, ઇન્ડિયન બેન્ડ ઓફ બ્રધર્સ દિગ્દર્શક લેખક ટોમ હેન્ક્સે લખી હતી.