કર્ણાટક : મૈસુરમાં કોંગ્રેસના ધારાસભ્ય પર હુમલો, સારવાર હેઠળ હોસ્પીટલ ખસેડાયા, હાલત નાજુક

New Update
કર્ણાટક : મૈસુરમાં કોંગ્રેસના ધારાસભ્ય પર હુમલો,  સારવાર હેઠળ હોસ્પીટલ ખસેડાયા, હાલત નાજુક

રવિવારે મોડી રાત્રે

કોંગ્રેસના ધારાસભ્ય તનવીર સેત પર હુમલો થયો હતો. તેને તાત્કાલિક

હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની હાલત નાજુક છે.

કર્ણાટકના મૈસુરમાં

રવિવારે મોડી રાત્રે કોંગ્રેસના ધારાસભ્ય તનવીર સેત પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં

દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની હાલત નાજુક

છે. હુમલાની થતાંની સાથે જ મૈસુરના પોલીસ કમિશનર પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે ગુનો નોંધી લીધો છે. હુમલાના આરોપી

20 વર્ષીય ફરહાનની ધરપકડ કરવામાં આવી છે.

મૈસુરના પોલીસ કમિશનર ટી. બાલાકૃષ્ણએ

કહ્યું કે, તનવીર સેતને

ગાળાના ભાગે ઇજા પહોંચી છે અને ખાનગી હોસ્પીટલમાં તેની સારવાર ચાલી રહી છે. તનવીર

સેતના સમર્થકોએ પોલીસને સોંપતા પહેલા આરોપીને ફટકાર્યો હતો.

સેત પરના

હુમલાની જાણ થતાં જ તેમના સમર્થકો હોસ્પિટલની પાસે પહોંચી ગયા હતા. દરમિયાન હોસ્પિટલની આસપાસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી

હતી. આ હુમલા પાછળનું કારણ જાણી શકાયું નથી.

ઉત્તરાખંડમાં કોંગ્રેસ પર

હુમલો

આ પહેલા કેદારનાથના કોંગ્રેસના ધારાસભ્ય મનોજ રાવત પર જીવલેણ હુમલો થયો હતો. અગસ્તમુનિમાં તેમના પર પેટ્રોલ નાખીને આગ લગાડવાનો પ્રયાસ કરાયો હતો. ઉત્તરાખંડ રાજ્ય સ્થાપના દિવસની પૂર્વસંધ્યાએ બનેલી આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.

publive-image

કોંગ્રેસે આ ઘટનાની કડક નિંદા કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કિશોર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે મારા નાના ભાઈ અને કેદારનાથના ધારાસભ્ય મનોજ રાવતની અસામાજિક તત્વો દ્વારા પેટ્રોલ છાંટી સળગાવવાની ઘટના વખોડવા લાયક છે. મેં ડીજીપી સાથે હમણાં જ વાત કરી છે. મને વિશ્વાસ છે કે પોલીસ ત્વરિત કાર્યવાહી કરશે.