Connect Gujarat

કાવેરી વિવાદઃ બેંગલોરમાં હિંસા યથાવત

કાવેરી વિવાદઃ બેંગલોરમાં હિંસા યથાવત
X

કાવેરી નદીના પાણીને લઇને ભડકેલી હિંસાના કારણે સોમવારનો દિવસ પણ બેંગલુરૂ વાસીઓ માટે ખૂબ જ ખરાબ રહ્યો હતો.

શહેરમાં બપોરે એક વાગ્યા સુધી મૈસુર રોડ પર આકાશમાં ધુમાડાના ગોટા દેખાઇ રહ્યા હતા. સિટી માર્કેટમાં અનેક જગ્યાએ આગજનીના બનાવ જોવા મળ્યા હતા.

હિંસાના પગલે મૈસુર રોડ પર બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. તેથી, મૈસુર ફ્લાયઓવર પર ઘરે પહોંચવા માટે લોકો આમ-તેમ હવાતિયા મારતા નજરે ચઢ્યા હતા.

unnamed-5

જ્યારથી હિંસાની શરૂઆત થઇ ત્યારથી અજાણ્યા તમિલ ડ્રાઇવરો શહેરમાં ફસાઇ ગયા છે. આટલા મોટા વ્હિકલ સાથે તેમની માટે ક્યાંય છુપાવું પણ શક્ય નથી. તેના કારણે તેઓ સૌથી વધુ નિશાને આવી રહ્યા છે.

બેંગલુરૂ-મૈસુર રોડ પર તમિલનાડુના નંબર પ્લેટવાળી ગાડીઓ બળેલી હાલતમાં ઉભેલી નજરે પડી હતી. શહેરમાં 60થી વધુ વાહનોને આગ લગાવવામાં આવી હતી. જેમાં સૌથી વધુ ટ્રકનો સમાવેશ થાય છે. શહેરમાં ફાયર કંટ્રોલને 100થી પણ વધુ કોલ આવ્યા હતા.

Next Story
Share it