/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/sddefault-26.jpg)
રાજપારડી નજીક નદીના પ્રવાહમાં ST બસ તણાઈ જતાં જીવની પરવાહ કર્યા વિના બચાવ્યા હતા મુસાફરોને
ભરૂચ જિલ્લામાં ગતરોજ વરસેલા વરસાદને પગલે રાજપીપળી-અંકલેશ્વર વચ્ચેના માર્ગને ભારે નુકશાન થયું હતું. આ સંજોગોમાં રાજપારડી નજીકથી પસાર થતી નદીના પ્રવાહમાં 17 મુસાફરો ભરેલી એક એસટી બસ તણાઈ ગઈ હતી. સદનશીબે તેમનો સંપર્ક રાજપારડી પોલીસના કોન્સ્ટેબલ સાથે થઈ જતાં પોલીસ ટુકડીએ ક્ષણનો પણ વિચાર કર્યા વિના આ તમામ મુસાફરોને બચાવી લીધા હતા.
રાજપારડી પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ પી.સી.સરવૈયાને મેસેજ મળ્યો કે મુસાફરો ભરેલી એક બસ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે. મામલતદાર-એસડીએમને જાણ કરવા છતાં કોઈ પ્રતિસાદ ન મળતાં આખરે પોતે અને તેમની ટીમે તમામ લોકોનું રેસ્ક્યુ કરવાનું કામ ઉપાડી લીધું. સમગ્ર ઘટના વર્ણવતા પીએસઆઈ પી.સી. સરવૈયાએ જણાવ્યું હતું કે, મેસેજ મળતાં હું અને મારા ત્રણ સાથીઓ તે દિશામાં આગળ વધ્યા. રસ્તો બંધ થઈ ગયો હોવાથી અંદાજે એક કિમી જેટલું ચાલીને ગયા. પછી અમારી પાસે માત્ર એક દોરડું હતું. તેની સાથે પાણીમાં તણાઈને આવેલી જે કંઈ વસ્તુઓનો રેસ્ક્યુ માટે ઉપયોગ કરી શકાય તેનો અમે ઉપયોગ કર્યો.
વધુમાં તેમણે જમાવ્યું કે, અમે વરસાદનાં પાણીમાં તરીને બસ સુધી પહોંચ્યા. જ્યાંથી તમામ મુસાફરોને એક પછી એક વારાફરતી બચાવી લીધા. તમામનો જુવ બચાવવાનો અમને અનહદ આનંદ થાય છે. અને લોકોની સેવા કરવાની આ જે તક મળી તેનાથી ગ્રર્વ અનુભવીએ છીએ. કપરા સંજોગોમાં હંમેશાં નજીવી વસ્તુઓના ઉપયોગથી પણ માનવ જીંદગીઓને બચાવી શકાય છે.