/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/07/328075-rajpal-yadav.jpg)
ફિલ્મ અભિનેતા અને કોમેડિયન સ્ટાર રાજપાલ યાદવને સુપ્રિમ કોર્ટમાંથી પણ રાહત ન મળતા હવે જેલમાં જવું પડશે.
રાજપાલ યાદવે અતા પતા લાપતા નામની ફિલ્મ બનાવવા માટે મુરલી પ્રોજેક્ટસ નામની કંપની પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. અભિનેતાએ આ લોનની રકમ ભરપાઈ ન કરતા કંપની દ્વારા તેઓ વિરુદ્ધમાં દિલ્હી હાઇકોર્ટમાં કેસ દાખલ કરાયો હતો અને કોર્ટે 10 દિવસની સજા કરી હતી. જેમાંથી તેમણે 4 દિવસની સજા ભોગવી હતી.
જોકે, રાજપાલ યાદવે સુપ્રિમ કોર્ટમાં આ અંગે અપીલ કરીને થોડા થોડા રૂપિયા ચૂકવવાનું જણાવ્યું હતું અને વારંવાર સોગંદનામુ કરતા સર્વોચ્ચ અદાલતે પણ ખોટા સોગંદનામા અંગે ઝાટકણી કાઢી હતી અને રાહત ન આપતા તેને 6 દિવસની જેલની સજા કરી છે. આ સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે રાજપાલ યાદવને સખ્ત વલણ અપનાવીને કહ્યું હતું કે તમને 6 દિવસ માટે નહિ પરંતુ 6 મહિના માટે જેલમાં મોકલી આપવા જોઈએ.
રાજપાલ યાદવને સજાની ઘટના એ ફિલ્મી દુનિયા સહિત તેના ચાહકોમાં પણ ચર્ચાનો વિષય બની ગયો છે.