કચ્છનો સૌથી મોટામાં મોટો અને મીની તરણેતર સમાન મોટા યક્ષના લોકમેળાનો આજથી પ્રારંભ થયો છે. જિલ્લામાં સારા વરસાદના કારણે ૪ દિવસીય મેળામાં પાંચ લાખથી વધુ લોકો ઉમટી પડશે તેવી શકયતા છે. કચ્છમાં યોજાનાર મોટા યક્ષના લોકમેળા દરમ્યાન અસામાજિક તત્વો પર નજર રાખવા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ૧૨ પીએસઆઇ અને ૨૦૦ પોલીસ જવાનોનો બંદોબસ્ત તૈનાત કરાયો છે.

કચ્છવાસીઓ મોટા યક્ષના મેળાની આતુરતાથી રાહ જોતા હોય છે. આ મેળા દરમ્યાન સંતવાણી, રામા મંડળ અને બખ મલાખડો યોજાવાનું આયોજન કરવામાં આવ્યું છે. મીની તરણેતર સમાન આ મેળામાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે સીસીટીવી કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે. મેળામાં વિવિધ ખાસિયતોની વાત કરીએ તો, ખાણીપીણીની ૭ જેટલા બજારો ઉપરાંત ૩૦૦થી વધુ સ્ટોલ્સ, ચકડોળ, મોતનો કૂવો, જાદુગરના ખેલ તેમજ મનોરંજનના સાધનો જોવા મળશે. ખાસ તો ૪ દિવસ દરમ્યાન લોકમેળાને મહાલવા માટે કચ્છભરમાંથી લોકો ઉમટી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here