/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/WhatsApp-Image-2019-04-17-at-2.17.07-PM.jpeg)
હાલમાં ક્રિકેટ IPL-૨૦૧૯ ની ટી-20 સીરીઝ ચાલુ હોય અને તેના ઉપર કેટલાક જુગારીયા મેચની હારજીત, રન, ફોર-સિક્સ, વિકેટ વિગેરે પરઓનલાઇન જુગાર રમતા હોય તેવી બાતમી SOGને મળી હતી.
જે આધારે ભરૂચ અયોધ્યા નગર સોસાયટી મકાન નંબર-૨૨૩૮ માં ભાડાના મકાનમાં રહેતા પ્રતિકભાઇ જયકુમાર રાણાને ઘરે છાપો મારતા હાલમાં કીંગ ઇલેવન પંજાબ સામે રાજસ્થાન રોયલ સાથે ક્રિકેટ ટી-૨૦ મેચ જેનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ-ર હિન્દી ચેનલ ઉપર લાઇવ ચાલુ હોય ટી.વી.,લેપટોપ તથા મોબાઇલ ફોનો રાખી ઇન્ટરનેટના માધ્યમથી ક્રિકેટ સટ્ટો રમી રમાડાતો ઝડપાયો હતો.
જે આધારે એસ.ઓ.જી. પો.ઇન્સ.પી.એન.પટેલ તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા રેઇડ કરતા પ્રતિકભાઇ જયકુમાર રાણા રહે. ભરૂચ અયોધ્યા નગર સોસાયટી મકાન નંબર-૨૨૩૮ નાઓ ક્રિકેટ સદ્દાના સાધન-સામગ્રી મોબાઇલ, લેપટોપ,કેલક્યુલેટર, ટી.વી. વિગેરે કુલ કી.રૂ.૩૭,૮૦૦/- ના ક્રિકેટ સટ્ટો રમવાના મુદ્દામાલ સાથે પકડી પાડી તેનાવિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વધુ તપાસ એસ.ઓ.જી. શાખા ભરૂચ ચલાવી રહી છે.