Connect Gujarat
સમાચાર

ગાંધીનગર : રાજ્ય સરકારની 3700 કરોડના સહાય પેકેજની જાહેરાત, કૃષિમંત્રી અને મુખ્યમંત્રીના બયાનોમાં અંતરના આક્ષેપ

ગાંધીનગર : રાજ્ય સરકારની 3700 કરોડના સહાય પેકેજની જાહેરાત, કૃષિમંત્રી અને મુખ્યમંત્રીના બયાનોમાં અંતરના આક્ષેપ
X

CM વિજય રૂપાણીએ ચૌદમી વિધાનસભાના સાતમા સત્રના પ્રથમ દિવસે જ ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. વિજય રૂપાણીએ રૂ. 3700 કરોડની ખેડૂતોને સહાયની જાહેરાત કરી છે. અતિવૃષ્ટિથી થયેલા નુકસાન બદલ ખેડૂતો માટે ગુજરાત સરકારે જાહેરાત કરી છે. 20 જિલ્લાના 123 તાલુકાને સહાય કરવામાં આવશે.

હાલમાં રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે CM રૂપાણીએ વિધાનસભામાં નિવેદન આપતા જણાવ્યું કે, “અતિવૃષ્ટિથી નુકસાન થયેલા ખેડૂતો માટે 3700 કરોડની સહાય કરવામાં આવશે. વધુમાં વધુ ખેડૂત ખાતેદારોને સહાય મળશે. જેમાં 27 લાખ ખેડૂતોને સહાય કરવામાં આવશે. 20 જિલ્લાના 123 તાલુકાને સહાય કરવામાં આવશે. વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. 1 ઓક્ટોબરથી ખેડૂત ઓનલાઈન અરજી કરી શકશે.” આ સહાય માટે ઓનલાઇન અરજી કરવા તારીખ 1-10-2020થી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવશે. જેમાં ઓનલાઇન અરજી કરવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ખેડૂતોએ નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે. અરજી અન્વયે મંજૂરી પ્રક્રિયાને અંતે સહાયની રકમ સીધી જ ખેડૂતનાં બેંક ખાતામાં ઓનલાઇનથી જમા કરવામાં આવશે તેવું પણ CMએ જણાવ્યું હતું.

રાજ્યનાં 20 જિલ્લાઓના 123 તાલુકાના ખેડૂતોનો લાભ મળશે. રાજ્ય સરકાર દ્વારા વિચારણાને અંતે રાજ્યના 20 જિલ્લાઓના 123 તાલુકાના અંદાજીત 51 લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી સહાયના ધોરણો મુજબ અંદાજીત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે. અત્રે નોંધનીય છે કે રાજ્યના ખેડૂતોને નુકસાનીમાં મદદરૂપ થવા માટે રૂ. 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. જેમાં 33% અને તેથી વધુ પાકની નુકશાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટર માટે રૂ. 10,000 પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે.

જ્યારે વધુમાં ખેડૂત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તો પણ તેઓને ઓછામાં ઓછાં રૂ. 5,000 ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ સહાય પેકેજથી રાજ્યનાં અંદાજીત 27 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને ખાતા દીઠ સહાયનો લાભ મળશે. માત્ર એટલું જ નહીં, પરંતુ રાજ્યનાં અન્ય તાલુકાઓમાં પાક નુકશાનીના આકલન આવશે તો રાજ્ય સરકાર તે અંગે પણ વિચારણા કરશે.

તો આ સહાયની જાહેરાત સામે કોંગ્રેસ કિસાન સેલના પાલ આંબલીયાએ પણ નિવેદન આપ્યું કે કૃષિમંત્રી અલગ કહે મુખ્યમંત્રી અલગ કહે આમાં વાત કોની માનવી મુખ્યમંત્રી કૃષિમંત્રીના સ્ટેટમેન્ટનું પોતાનું એક વજૂદ હોય કૃષિમંત્રી કહે 13 લાખ હેકટરમાં નુકશાન છે મુખ્યમંત્રી કહે 37 લાખ હેકટરમાં નુકશાન છે મુખ્યમંત્રીની જાહેરાત મુજબ રૂપિયા આપવાના હોય તો કૃષિમંત્રીની જાહેરાતનું વજૂદ શુSDRF મુજબ વળતર ન આપવું હોય તો SDRF મુજબ સર્વે શા માટે....20 દિવસ થી કૃષિમંત્રી ખેડૂતો પાસે ફોર્મ ભરાવડાવે છે અને હવે મુખ્યમંત્રી કહે 1 ઓક્ટોબર થી ફોર્મ ભરાશે કૃષિમંત્રીના કહેવાથી જે ખેડૂતોએ પાક નુકશાની ફોર્મ ભર્યા એમને હવે ફરીથી ફોર્મ ભરવા પડશે રાજ્યમાં કૃષિમંત્રી અને મુખ્યમંત્રીના ખેતીવાડી અધિકારીઓ અલગ અલગ છે. ગયા વર્ષે 3795 કરોડની જાહેરાત કરી હતી ખેડૂતોને ચૂકવ્યા 1200 કરોડઆવો આરોપ લગાવાયો કોંગ્રેસે

Next Story