ગુજરાત રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત કેસ સંખ્યા 75 હજારને પાર, આજે વધુ 1092 કેસ નોધાયા

New Update
રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત કેસની સંખ્યા 91 હજારને પાર, આજે વધુ 1190 કેસ નોધાયા

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 1092 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 18 દર્દીઓના મોત થયા છે.રાજ્યમાં આજે 1046 દર્દીઓએ સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવાંમાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતની કેસ સંખ્યા 75,482 પર પહોંચી છે. અને મુત્યુઆંક 2733 થયો છે.

રાજ્યમાં આજે 1092 નવા કેસ નોધાયેલ પૈકી સુરતમાં-251, અમદાવાદમાં-166, વડોદરામાં-109, રાજકોટમાં-95, જામનગરમાં 36, અમરેલીમાં 33, ગીર સોમનાથ 29, ભાવનગર-40, દાહોદ-25, મોરબી 25, પંચમહાલ-23, કચ્છ-22, મહેસાણા 20, ગાંધીનગર-33, સુરેન્દ્રનગર-17, મહિસાગર-16, નવસારી -14, વલસાડ-14, ખેડા-12, બનાસકાંઠા-11, પાટણ -11,ભરુચ-10, જુનાગઢ-17, આણંદ-9, છોટા ઉદેપુર-8, બોટાદ-6, દેવભુમિ દ્વારકા-6, નર્મદા-5, પોરબંદર 5, અરવલ્લી-4, જામનગર 3, તાપી -2 અને અન્ય રાજ્યના 5 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 18 દર્દીઓના કોરોના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 4, સુરતમાં 5, રાજકોટમાં 3, ભાવનગર, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, અને વડોદરામાં 1 દર્દીના મોત થયું છે.

રાજ્યમાં હાલ 14,310 એક્ટિવ કેસ છે, જ્યારે 58,439 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,231 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 11,59,822 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.
Latest Stories