ચાણોદ : કારતકી ચૌદશના દિવસે પિતૃ તર્પણ માટે ઉમટયાં શ્રધ્ધાળુઓ
BY Connect Gujarat11 Nov 2019 2:53 PM GMT

X
Connect Gujarat11 Nov 2019 2:53 PM GMT
કારતક સુદ ચૌદસ નિમિત્તે સુરત વિસ્તારના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ડભોઇ તાલુકાના તીર્થધામ ચાણોદ ખાતે પિતૃ તર્પણ માટે આવ્યાં હતાં. ડભોઇ તાલુકાના નર્મદા કિનારે આવેલા પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ચાણોદએ દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે પણ ઓળખાય છે. સર્વ પિતૃઓના શ્રાદ્ધ કર્મ વિધિ વિધાન માટેનું એકમાત્ર તીર્થ છે. આવા મહિમાને લઇ વર્ષોની પરંપરા મુજબ પ્રતિ વર્ષ સુરત વિસ્તારના રાણા અને મોદી સમાજ ઉપરાંતના શ્રદ્ધાળુઓ ચૌદશના દિવસે પોતાના પરિવાર સાથે ચાંણોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે પધાર્યા હતાં.
ભાવિકોએ પવિત્ર નર્મદા સ્નાન કરી પોતાના સદગત પિતૃઓના મોક્ષાર્થે પિતૃ
તર્પણ અને પિંડદાનની વિધિ કરાવી હતી. પિતૃઓને મોક્ષ મળે અને તેઓના આશીર્વાદ પરિવાર
પર બન્યા રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
Next Story