છોટાઉદેપુર : બોડેલી અને જબૂગામમાં મહોરમ નિમિત્તે હોસ્પિટલના દર્દીઓને કરાયું ફ્રુટ વિતરણ

New Update
છોટાઉદેપુર : બોડેલી અને જબૂગામમાં મહોરમ નિમિત્તે હોસ્પિટલના દર્દીઓને કરાયું ફ્રુટ વિતરણ

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી અને જબૂગામની સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને મોહદીસે આઝમ મિશન દ્વારા ફ્રુટનું વિતરણ કરાયું હતું.

Advertisment

publive-image

મહોરમ પર્વ નિમિત્તે બોડેલી ખાતે દર વર્ષે મહોદીસે આઝમ મિશન દ્વારા હોસ્પીટલોમાં જઇ ફ્રુટનું વિતરણ કરવામાં આવે છે. હોસ્પીટલમાં તમામ દર્દીઓને ફ્રુટનું વિતરણ કરી કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા.

મહોદીસે આઝમ મિશન બોડેલી બ્રાંચ દ્વારા કરવામાં આવેલ ફ્રુટ વિતરણ કાર્યક્રમના આયોજનમાં સૈયદ મોઇનબાવા તેમજ મોહદીસે આઝમ મિશનના સભ્યોએ મોહરમની અનેરી ઉજવણી કરી હતી. ઇસ્લામી મહોરમ મહિનાની દશ તારીખ યૌમે આશુરાની ખાશ નમાઝ અદા કરવામાં આવી હતી અને ત્યાર બાદ દર્દીઓને ફ્રુટ વિતરણ કરાયુ હતુ.

Advertisment