ભાવનગર : ભારતીય સેનાના શહીદ અગ્નિવીર જવાનને અપાઈ અંતિમ સલામી,પરિવારજનોમાં છવાયો શોક

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે રહેતા અગ્નિવીર જયદીપ ડાભી ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા હતા.ત્યારે તેમની શહાદત થઈ છે.

New Update
  • અગ્નિવીર જવાનનો પાર્થિવ દેહ વતનમાં લવાયો

  • શહીદ જવાનને અપાઈ અંતિમ સલામી

  • શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું

  • વીર જવાનનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન   

  • પરિવારજનોમાં છવાયો શોકનો માહોલ

Advertisment

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના પુત્ર અને ભારતીય સેનાના અગ્નિવીર જવાન જયદીપ ડાભી ફરજ દરમિયાન શહીદ થતાં સમગ્ર ગામ અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વીર જવાનના શહાદતથી ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે રહેતા અગ્નિવીર જયદીપ ડાભી ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા હતા.ત્યારે તેમની શહાદત થઈ છે. જયદીપ ડાભીના શહીદ થવાના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને મોટા ખોખરા ગામના લોકો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. સમગ્ર ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો અને લોકો શોકાકુલ હૃદયે વીર જવાનને યાદ કરી રહ્યા છે.શહીદ જયદીપ ડાભીના પાર્થિવદેહને તેમના વતન મોટા ખોખરા ખાતે લાવવામાં આવ્યો હતો.આર્મીના નીતિ-નિયમ મુજબસંપૂર્ણ સન્માન સાથે'ગાર્ડ ઓફ ઓનરઆપીને વીર જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શહીદ જવાનને અંતિમ વિદાય આપવા દેશ પ્રેમીઓનો સેલાબ ઉમટયો હતો.

Read the Next Article

સાપુતારા: ચેઈન ચોરી કરનાર 2 આરોપીને સીસીટીવીના આધારે ઝડપી પાડતી પોલીસ

સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો જન્માષ્ટમીના દિવસે સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

New Update
Saputara Police

ડાંગના સાપુતારા ખાતે જન્માષ્ટમીના દિવસે સુરતના એક પરિવારની ચેઈન સ્નેચિંગની ઘટના બની હતી. ગીરીમથક સાપુતારા ખાતે ટૂંકા વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ધસારો જોતા જન્માષ્ટમીને દિવસે સુરતનો એક પરિવાર સાપુતારા ખાતે ફરવા આવ્યો હતો. સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

ભોગ બનનારા સુરતના પરિવારના રાજેશ કથીરિયાએ સાપુતારા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી સાપુતારા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તાત્કાલિક અસરથી જિલ્લામાં નાકાબંધી કરી હતી. પોલીસે સીસીટીવી તેમજ એન્ટી હુમન સોર્સના માધ્યમથી ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીની કડક સઘન પૂછપરછ કરવામાં આવતા બંને આરોપીઓએ ગુનાની કબુલાત કરી હતી.સાપુતારા પોલીસે 1.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આ બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા.