જંબુસર: માલપોર ગામે મીઠા ઉદ્યોગની જમીનમાં શરૂ થયેલ કેમિકલ કંપની સામે ગ્રામજનોનો વિરોધ,આપ્યું આવેદન

New Update
જંબુસર: માલપોર ગામે મીઠા ઉદ્યોગની જમીનમાં શરૂ થયેલ કેમિકલ કંપની સામે ગ્રામજનોનો વિરોધ,આપ્યું આવેદન

જંબુસરના માલપોર ગામે મીઠા ઉદ્યોગ માટે ફાળવાયેલ

Advertisment

જમીનનો પટ્ટા ઉપર કેમીકલ કંપની કાર્યાંવીત કરાતા ગ્રામજનોએ તેને તત્કાલ બંધ કરવાની

માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પાઠવવા સાથે જો દિન ૧૦માં આ કેમિકલ કંપની

બંધ નહીં કરાવાય તો ગ્રામજનો ગાંધિ ચિંધ્યા માર્ગે આંદેલન કરશેની ચિમકી પણ ઉચ્ચારી

હતી.

publive-image

આવેદનમાં ગ્રામજનો દ્વારા ઉલ્લેખાયા મુજબ જંબુસર

Advertisment

તાલુકાના માલપોર ગામે બ્લોક નંબર/સર્વે નંબર ૫૫૬ પૌકી ૧૫૮૪ હેકટર ૭૮ આર.એ.૭૨

ચો.મી.થી ખાર ખરાબાની જમીન આવેલી છે.આ જમીનમાં સરકાર દ્વારા જુદા જુદા ઇસમોને મીઠા

ઉદ્યોગ માટે ભાડા પટ્ટે જમીન આપેલ છે.તે મુજબ જંબુસર તાલુકાના ભડકોદ્રા ગામના રહીશ

ઇલ્યાસ અલી પટેલને ૧૦ વર્ષના ભાડા પટ્ટે ૨૦૦ એકર જમીન મીઠા ઉદ્યોગ માટે ફાળવવામાં

આવી હતી અને તે પટાની નીયત સમય મર્યાદા ૨૦૦૬માં પુરી થઇ હતી. તે રીન્યુ પણ થયેલ

નથી અને આ જમીનમાં બ્રોમીન નામનું કેમીક્લ વગ્ર પરવાંગીએ બનાવવામાં આવી રહ્યું

Advertisment

છે.જે ગેરકાયદેસર છે.આ અંગેની તાત્કાલિક તપાસ થાય તેમજ બોગસ દસ્તાવેજો કરી આવું

ગેરકાયદેસર કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય અને આ ગેરકાયદેસર ચાલતી કેમીક્લ

કંપની તાત્કાલિક બંધ કરાવાય તેવો હુકમ કરવાની ભરૂચ કલેકટર પાસે ગ્રામજનો દ્વારા

માંગ કરવામાં આવી હતી.સાથે સાથે જો ૧૦ દિવસમાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી નહીં

કરાય તો ગ્રામજનો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાના પગલા ભરશેની ચિમકી પણ ઉચારાઇ

હતી.

Advertisment