Connect Gujarat
ગુજરાત

જાણો શા માટે સૌથી પહેલા કરવામાં આવે છે ગણેશજીની પૂજા?

જાણો શા માટે સૌથી પહેલા કરવામાં આવે છે ગણેશજીની પૂજા?
X

આપણે બધા જાણીએ છીએ કે આપણા બધા મંગળ કામોમાં આપણે સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરીએ છીએ. એને નિમંત્રણ આપીએ છીએ અને આપણા બધા કામને નિર્વિઘ્ન સંપન્ન કરવાની વિંનતી કરીએ છીએ. એને સૌથી પહેલા પૂજવા વાળા દેવતાનું વરદાન મળેલું છે. એની પાછળ બે અલગ કથાઓ જોડાયેલી છે.

જેમાં એક કથા માં કહેવામાં આવ્યું છે કે આને આ વરદાન એના માતા પિતા ભગવાન શિવ અને પાર્વતીથી પ્રાપ્ત થયું છે. એમણે એમના માતૃ પિતૃ ભક્તિ અને સેવામાં એને જ એમના સર્વશ્ય માનીને પરીક્રમા કરી. આવી ભક્તિ અને સેવા જોઇને એને પ્રથમ પૂજાય થવાનું વરદાન આપી દીધું.

બ્રહ્માજી જયારે 'દેવતાઓ માં કોણ પ્રથમ પૂજ્ય થાય' એનો નિર્ણય કરવા લાગ્યા. ત્યારે એ નક્કી કરવામાં આવ્યું કે જે પૃથ્વી-પ્રદક્ષિણા સૌથી પહેલા કરીને આવશે તે જ સૌથી પહેલા પૂજ્ય માનવામાં આવશે. ગણેશજીનો સૌથી નાનો ઉંદર કેવી રીતે સૌથી આગળ દોડશે. પરંતુ તે હતા બુદ્ધિમાન દેવતા. એમણે વિચાર્થું અને એમના પિતા અને માતા ભગવાન શંકર અને પાર્વતીજી ની પ્રદક્ષિણા કરવા લાગ્યા. એના માટે એના માતા-પિતા જ હતા. એમણે સાત પ્રદક્ષિણા કરી લીધી. શિવજીનું હ્રદય આ જોઇને ગદગદ થઇ ગયું અને આકાશથી ફૂલોની વર્ષા થવા લાગી. સ્વભાવિક છે ભગવાન ગણેશ શેષ દેવતાઓથી સૌથી પહેલા પહોંચે. એની આ બુદ્ધી જોઇને ભગવાન બહ્મા એ એને પ્રથમ પૂજ્ય બનાવ્યા.

જ્યારે બીજી કથામાં કહેવામાં આવ્યું છે કે, જયારે શિવ એ ગણેશનું માથું કાપ્યું હતું ત્યારે માં પાર્વતી અત્યંત રિસાઈ ગઈ હતી. ત્રણેય લોકોમાં ત્રાહિમામ થઇ ગયો હતો. બધા દેવી દેવતા કૈલાશ પર એકત્રિત થઇ ગયા. એમાંથી શિવજી એ એમના પુત્ર ને પુણ્ય જીવિત કરવાની માંગણી કરી લીધી. શિવ આદેશ પર ગણેશજીના કપાયેલા માથાની જગ્યા એ હાથના બચ્ચાનું માથા લગાડવામાં આવ્યું અને ગણેશજી ફરીથી જીવિત થઇ ગયા. ત્યારે બધા દેવી દેવતાઓએ એને લાડ કર્યા અને અલગ અલગ પ્રકારના વરદાન આપ્યા. એમાંથી એક વરદાન પ્રથમ પૂજ્ય હોવાનું પણ ગણપતિને પ્રાપ્ત થયું.

Next Story