Connect Gujarat
ગુજરાત

જામનગર : “એન્ટિ કરપશન ડે”ની ઉજવણી અંતર્ગત ભ્રષ્ટાચાર રોકવા અંગેના લેવાયા શપથ

જામનગર : “એન્ટિ કરપશન ડે”ની ઉજવણી અંતર્ગત ભ્રષ્ટાચાર રોકવા અંગેના લેવાયા શપથ
X

૯મી ડિસેમ્બરના રોજ એંટીકરપશન બ્યૂરો

દ્વારા “એન્ટિ કરપશન ડે”ની ઉજવણી

કરવામાં આવી હતી॰ જેના ભાગરૂપે જામનગર એંટીકરપશન

બ્યૂરો દ્વારા સ્કૂલ અને કોલેજના વિધ્યાર્થીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં

આવ્યું હતું. આ સેમિનારમાં વિધ્યાર્થીઓને એંટીકરપશન બ્યૂરો એટલે કે, એસીબીની કામગીરી અંગે માહિતગાર થયા હતા.

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા “ઇન્ટરનેશનલ એન્ટિકરપ્શન ડે”ની ઉજવણી કરી લોકોમાં એન્ટિકરપ્શન બ્યૂરોની કામગીરી અંગે જાગૃતતા ફેલાવવામાં આવે છે, જેના ભાગરૂપે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના હૉલમાં જામનગર એન્ટિકરપ્શન બ્યૂરો દ્વારા સ્કૂલ અને કોલેજના વિધ્યાર્થીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એન્ટિકરપ્શન બ્યૂરો એટલે કે, એસીબી દ્વારા કરવામાં આવતી તમામ કામગીરી અંગેની માહિતી આપવામાં આવી હતી. ગુજરાતમાં એન્ટિકરપ્શન બ્યૂરો શાખાની સ્થાપના વર્ષ ૧૯૬૩માં કરવામાં આવી હતી. જે હાલ એસીબીના નામે પણ ઓળખાય છે.

એસીબી દ્વારા કાયદેસર કામ કરાવવા કે સમય કરતાં વહેલા કામ કરવા માટે લાંચ, ભેટ કે અન્ય કોઈપણ જાતની માંગણી કરતાં સરકારી, અર્ધસરકારી અધિકારીઓ કે પદાધિકારીઓને ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરે છે. ઉપરાંત કોર્ટમાં તેઓને સજા અપાવે છે. જામનગર એસીબી દ્વારા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ હૉલમાં શહેરની અલગ અલગ સ્કૂલો અને કોલેજના વિધ્યાર્થીઓમાં એસીબી અંગેની જાગૃતતા આવે અને એસીબી કાઇ રીતે કામગીરી કરે છે, તે અંગેની તમામ માહિતીઓ પૂરી પાડવામાં આવી હતી. જામનગર એસીબી પી.આઈ. એ.ડી.પરમાર દ્વારા ઉપસ્થિત તમામ લોકોને ભ્રષ્ટાચાર રોકવા અને ન કરવા અંગેના શપથ પણ લેવડાવ્યા હતા.

Next Story
Share it