/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/123-7.jpg)
છેલ્લા કેટલાય સમય થી રાજ્ય નાં જુદા જુદા વિસ્તાર માં હનીટ્રેપના બનાવ બહાર આવી રહ્યા છે. દરમ્યાન કાલાવડ પંથક માં એક ખેડૂત ને ખંખેરી લેવા માટે ટોળકી એ કાવતરું રચ્યું હતું. જે બનાવ કાલાવડ પોલીસ મથકે પહોંચતા પોલીસે પાંચેય આરોપીને ગણતરીની કલાકો માં ઝડપી પાડ્યા હતા.
જામનગર નાં કાલાવડ તાલુકા નાં ખરેડી ગામ માં અઠવાડીયા પહેલા આરોપીઓએ કાવતરું રહીને ખેડૂત દામજીભાઈ કાનજીભાઈ કોઠીયા પાસે તોડ કરવા અજાણી મહિલાને વાડીએ લઇ જઈ આરોપીઓએ સાથે ઉભા રાખીને ફોટા પાડી લીધા બાદ દસ લાખ ની માંગણી કરી બે લાખ માં પતાવટ કરવા માટે કારસો ઘડ્યો હતો.
જો કે આ મામલે પતાવટ નાં થતા આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો આ અંગે કાલાવડ ના પીએસઆઈ દ્વારા તપાસ ચલાવતા આરોપી ગૌતમ બથવાર તથા રાજકોટ ના જીઆરડી જવાન અલ્પેશ ભટ્ટી, હિતેશ દેવકરણ કોળી, પાર્થ હસમુખ સીસાંગીયા, અને અશ્વિન પ્રવીણ પ્રજાપતિ ની ધરપકડ કરવામાં આવી છે ને અન્ય એ ની શોધખોળ ચાલુ છે તેમજ આજરોજ આરોપીઓને કોર્ટ માં રજુ કરતા પોલીસે ત્રણ દિવસ નાં રિમાન્ડ માંગ્યા હતા જે કોર્ટ દ્વારા દોઢ દિવસ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.