જામનગર : દારૂના મામલામાં હેડ કોન્સ્ટેબલ 7 હજાર લેતા ઝડપાયો, જાણો કોણ છે અધિકારી

New Update
જામનગર : દારૂના મામલામાં હેડ કોન્સ્ટેબલ 7 હજાર લેતા ઝડપાયો, જાણો કોણ છે અધિકારી

જામનગરના સિટી બી ડિવિઝનના હેડ કોન્સટેબલ અને વચેટિયાને રૂપિયા 7000ની લાંચ લેતા એસીબીના છટકામાં

સપડાતા ચકચાર મચી છે. જ્યારે પોલીસ બેડામાં ફફડાટ

ફેલાયો છે.

જામનગર સિટી બી ડિવિઝનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા હેડ

કોન્સટેબલને વચેટિયા મારફતે રૂપિયા 7000 ની લાંચ લેતા એસીબીએ ઝડપી પડ્યા છે. જામનગર સિટી

બી ડિવિઝનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ

ચંદ્રવિજયસિંહ ઝાલા દ્વારા દારૂના કેસમાં રૂપિયા 7000 ની લાંચની

માંગણી કરી હતી જે અંગે એસીબીમાં ફરિયાદ કરવામાં આવતા છટકું ગોઠવવામાં આવ્યું

હતું. દરમ્યાન હેડ કોન્સટેબલ વતી વચેટિયો લાંચની રકમ લેવા આવતા એસીબીની ટુકડીએ

ઝડપી લીધા હતા. સિટી પોલીસ બી ડિવિઝનનો હેડકોન્સ્ટેબલ ચંદ્રવિજય સિંહ ઝાલા અને વચેટિયો બંને એસીબીના છટકામાં

આબાદ સપડાતા અને આ અંગેની વિગતો વહેતી થતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. રાજકોટ

એકમના એસીબીના નિયામક એચ.પી.દોશીના સુપરવિઝન હેઠળ જામનગર એસીબીની ટુકડી દ્વારા આ અંગેની

કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પોલીસમેન અને વચેટિયો લાંચ લેતા શકંજામાં આવી ગયા હતા