/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/5.jpg)
રાજયભરની સાથે જામનગરમાં પણ આજે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારીઓ દ્વારા જલ ભવન ખાતે વિવિધ પડતર સાત માંગણીઓને લઈને શાંતિપૂર્ણ રીતે જિલ્લાનાં 250 જેટલા કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો.જયારે જામનગર સહિત રાજયભરમા 2700 કર્મચારીઓ આંદોલનમાં જોડાયા છે અને આગામી સમયમાં માસ સીએલ સહિતના કાર્યક્રમો આપવામાં આવશે.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારીઓ દ્વારા જામનગર સહિત રાજયભરમાં પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલનના મંડાણ આજથી કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ સમયાંતરે વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે.કર્મચારીઓ દ્વારા સાતમાં પગાર પંચના એરિયસ સહિતની વિવિધ 7 જેટલી માંગણીઓને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે.જેમાં હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજથી સમયાંતરે વિવિધ તારીખો અનુસાર માસ સી.એલ સહિતના જુદા જુદા વિરોધ કાર્યક્રમો આપવામાં આવશે.