/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/09151047/maxresdefault-101.jpg)
જુનાગઢમાં
આવેલા ગિરનાર પર્વતની લીલી પરિક્રમાનો કારતક સુદ અગિયારસના દિવસથી પ્રારંભ થયો છે.
પરિક્રમાવાસીઓની સુવિધા માટે એક દિવસ અગાઉથી જ ઇટવા ચેકપોસ્ટનો ગેટ ખોલી નાખવામાં
આવ્યો હતો.
નર્મદા
નદીની જેમ ગિરનાર પર્વતની પરિક્રમાનું પણ મહત્વ રહેલું છે. કારતક સુદ અગિયારસના
દિવસથી લીલી પરિક્રમાનો પ્રારંભ થઇ ચુકયો છે. ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે
ત્રણ રાત અને ચાર દિવસનો સમય લાગે છે.આ પરિક્રમાં ૩૪ કિલોમીટરના અંતરમાં થાય છે. પરિક્રમા જુનાગઢમાં
આવેલાં ભવનાથના
રૂપાયતન ખાતેથી શરૂ થાય છે અને તેનો પહેલો પડાવ જીણાબાવાની મઢીએ, બીજો પડાવ મારવેલાની ઘોડી, ત્રીજો પડાવ બોરદેવી અને અંતમાં ફરી
ભવનાથ ખાતે પરિક્રમા
પૂર્ણ થાય છે. તારીખ ૮મીના રોજ રાતના બાર વાગ્યે કલેકટર, કમિશનર અને સાધુ સંતોએ આ પરિક્રમાનો
પ્રારંભ કરાવ્યો હતો. હજારો વર્ષ પહેલા સાધુ સંતો મહંતો ગિરનારની પરિક્રમા કરતા
હતાં. ગિરનારની લીલી
પરિક્રમા કરવા માટે દર વર્ષે પાંચથી સાત લાખ શ્રદ્ધાળુઓ આવી પહોંચતા હોય છે. પરંતુ
આ વખતે શ્રદ્ધાળુઓની ઓછી ભીડ જોવા મળે છે. મહા વાવાઝોડાની અસર ગિરનારની લીલી પરિક્રમામાં જોવા મળી રહી
છે.