Connect Gujarat
ગુજરાત

ઝઘડિયા : ઉમલ્લા ગામે બાવન દત્તબાવનીનો ૪૨૪ મો પાઠ યોજાયો

ઝઘડિયા : ઉમલ્લા ગામે બાવન દત્તબાવનીનો ૪૨૪ મો પાઠ યોજાયો
X

ઉમલ્લના દત્ત ઉપાસકના જન્મ દિન નિમિત્તે પાઠનું આયોજન કરવામાં આવ્યું

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે બાવન દત્તબાવનીના

પાઠ યોજાયા હતા. દત્ત ઉપાસક અને ગામેગામ દત્તબાવનીના પાઠ વિના મુલ્યે કરનાર

નવીનભાઈ પટેલના તેમના જ જન્મ દિન નિમિત્તે ૪૨૪ મો સંગીતમય દત્તબાવની પાઠ કરવામાં

આવ્યો હતો.

આ ધાર્મિક કાર્યક્રમમાં ઉમલ્લાની આજબાજુની ધર્મપ્રિય

જનતા મોટી સંખ્યામાં ઉપસ્થત રહી દત્ત બાવનીનો લાભ મેળવો હતો. આ પ્રસંગે ધરીખેડા

સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ, ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ

રિતેશ વસાવા,કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, સહિતના ઉમલ્લા પંથકના આગેવાનો

ઉપસ્થિત રહ્યા હતા. નવીનભાઈ દત્તના ઉપાસક છે અને તેઓ વિનામૂલ્યે સંગીતમય દત્તબાવની

ના પાઠ જિલ્લાભરમાં તેમજ જિલ્લા બહાર કરે છે. આજરોજ તેમના દ્વારા ૪૨૪ મો પાઠ

કરવામાં આવ્યો હતો.

Next Story
Share it