ઝઘડીયાના ઉમલ્લા ખાતે લીંબુ કાપવાની બાબતે ભાઇએ કરી ભાઇની હત્યા

New Update
ઝઘડીયાના ઉમલ્લા ખાતે લીંબુ કાપવાની બાબતે ભાઇએ કરી ભાઇની હત્યા

જમ્તી વેળા બંન્નેવ ભાઇઓ વચ્ચે થઈ લીંબુ કાપવા બાબતે તકરાર

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે જમતીવેળા થયેલ લીંબું કાપવાની તકરારમાં એક ભાઇએ જ નાના ભાઇ ઉપર ચપ્પ્યુ વડે ઘા કરતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

ઘટનાની પોલીસ માહિતિ મુજબ ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે દુવાઘપુરા ફળીયામાં રહેતા રંગીબહેન કાંતીભાઇ વસાવા બીજા પતી તેમજ ત્રણ સંતાનો સાથે મજુરી કરી પોતાનું પેટીયું રળતા હતા.તા.૧૧મીના રોજ તેઓ તેમના પિયર ડભાલ ગામે ગયા હતા.દરમિયાન તેમના બે સંતાન વિજય અને અજય રાતે ૯ કલાકની આસપાસ ઘરના વાડાના ભાગે લીંબુના ઝાડ નીચે જમવા બેઠા હતા.ત્યારે બંન્નેવ ભાઇઓ વચ્ચે લીંબુ કાપવા બાબતે બોલાચાલી થઈ હતી.જેમાં અજય વધારે ગાળો બોલતા તેને ગાળો બોલવાની ના પાડતા બંન્નેવ ભાઇઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપીમાં વિજયે ઉશ્કેરાઇ જઈ તેના હાથમાં રહેલ ચપ્પુ અજયના પેટના ભાગે મારી દેતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું.જે બાબતે ઝઘડીયા પોલીસને જાણ થતા પોલીસે મરણજનાર અજય કાંતીભાઇ વસાવાની લાસને પી.એમ. અર્થે ખસેડી તેની માતાની ફરીયાદ નોંધી અને ભાઇની હત્યા કરનાર વિજયની અટકાયતના પગલા ભરવા કાર્યવાહી આરંભી હતી.

Latest Stories