‘ટોઇલેટઃ એક પ્રેમકથા’, અક્ષયની નવી ફિલ્મ હશે

New Update
‘ટોઇલેટઃ એક પ્રેમકથા’, અક્ષયની નવી ફિલ્મ હશે

‘સ્પેશ્યલ 26’ અને ‘બેબી’ જેવી સફળ ફિલ્મો આપીને અક્ષય કુમાર અને નિરજ પાંડે વધુ એકવાર સાથે કામ કરવા જઇ રહ્યા છે. જેનું શિર્ષક ‘ટોઇલેટઃ એક પ્રેમકથા’ રાખવામાં આવશે.

આ ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરિત છે. તાજેતરમાં નિરજ પાંડેએ અક્ષય કુમારને આ ફિલ્મ અંગે વાત કરી હતી અને અક્ષય કુમારને આ ફિલ્મનો કન્સેપ્ટ ખૂબ જ પસંદ આવ્યો હતો.

રિપોર્ટસ અનુસાર આ ફિલ્મ એક ગંભીર વિષય પરની કટાક્ષ કથા છે. સુપર સ્ટાર અક્ષય કુમારે આ ફિલ્મ માટે હા પાડી દીધી છે. પરંતુ તેણે કોન્ટ્રાક્ટ પર ઓફિશિયલી સાઇન કરી નથી.

ફિલ્મની વાર્તા રામલીલા ફેમ ગરિમા અને સિદ્ધાર્થે લખી છે. અક્ષયની આ ફિલ્મ 2017માં રિલીઝ થાય તેવી શક્યતા છે. હાલમાં અક્ષય કુમાર હેરા ફેરી 3, જોલી એલએલબી 2 અને નમસ્તે ઇંગ્લેન્ડના શૂટિંગમાં વ્યસ્ત છે.