ડાંગ જિલ્લામાં આવેલ નડગખાદી ગામે ૯ દિવસ સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું આસ્થાપૂર્વક વિસર્જન કરાયું હતું.

ડાંગ જિલ્લાના નડગખાદીમાં આવેલી નદીમાં ૯ દિવસથી સ્થાપિત ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાઓનું ડીજેના તાલે ભક્તિમય માહોલમાં વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી ગણેશની પ્રતિમાઓના  વિસર્જન વેળા ગણપતિ બાપા મોરિયાના ભક્તિમય નાદોથી સમગ્ર નડગખાદી ગામનું વાતાવરણ ગુંજી ઉઠયું હતું. શ્રીજીની પ્રતિમાઓને વિસર્જન વેળાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી હતી.

LEAVE A REPLY