ડાંગ: 108 એમ્બ્યુલન્સનાં કર્મીઓએ સર્વધર્મ એકત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂં પાડ્યું
BY Connect Gujarat25 Dec 2019 12:23 PM GMT

X
Connect Gujarat25 Dec 2019 12:23 PM GMT
ડાંગ જિલ્લાનાં 108 એમ્બ્યુલન્સનાં કર્મીઓએ ક્રિસમસ નિમિત્તે શાંતા ક્લોઝ
બનીને હોસ્પિટલનાં બાળકોને બિસ્કિટ સહીત હળવો નાસ્તો આપી પ્રોત્સાહિત કર્યા હતા.
ડાંગ જિલ્લાનાં 108 એમ્બ્યુલન્સનાં કર્મીઓએ સર્વ ધર્મ એક્તવની ભાવના કેળવવાનાં
હેતુથી બુધવારે ક્રિસમસ નિમિત્તે ડાંગ જિલ્લાનાં 108 એમ્બ્યુલન્સનાં સુપરવાઈઝર
મનોજભાઈ વિશ્વકર્માનાં નેજા હેઠળ આહવાની સિવિલ હોસ્પિટલમાં શાંતાક્લોઝનો પહેરવેશ
ધારણ કરી હોસ્પિટલમાં દાખલ બીમાર બાળકોને બિસ્કીટ સહિત હળવો નાસ્તાનું વિતરણ કરી
પ્રોત્સાહિત કર્યા હતા.
ડાંગ 108 એમ્બ્યુલન્સનાં કર્મીઓ અચાનક રીતે શાંતા ક્લોઝ બનીને હોસ્પિટલમાં
દાખલ થતાં બાળકો સહિત બીમાર દર્દીઓનાં ચહેરા ઉપર નિર્મળ સ્મિત રેડાયુ હતુ.આ
પ્રસંગે 108 ટીમનાં સુપરવાઈઝર મનોજ વિશ્વકર્મા, પાયલોટ
મંગેશ દેશમુખ સહિત મોટી સંખ્યામાં 108નાં કર્મીઓ ઉપસ્થિત રહયા હતા.
Next Story