દૂધ ડેરી ચાસવડની ૫૮મી વાર્ષિક સાધારણ સભા નેત્રંગ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઇ

New Update
દૂધ ડેરી ચાસવડની ૫૮મી વાર્ષિક સાધારણ સભા નેત્રંગ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઇ

શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવડની ૫૮મી વાર્ષિક સાધારણ સભા આજરોજ વરસાદના કારણે નેત્રંગ સ્વામિનારાયણ મંદિરે રાખવામાં આવી હતી.પુષ્પકાંત પાંડે નિ.એમ.ડી.સુમુલ સુરતની અધ્યક્ષતા હેઠળ સાધારણ સભામાં સાત જેટલા એજન્ડા મુજબના કામોમાં અમુલ પેટન્ટ/ ફેડરેશનના નિયમોને આધીન પ્લાન્ટ વિભાગમાં યાંત્રિક સુધારા બાબતે મંડળીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું .દેશના વીર શહીદ જવાનો,સુરતની દુઃખદ ઘટનાના વિદ્યાર્થી મૃતકોને યાદ કરી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.મંડળીના પ્રમુખ સન્મુખભાઈ ભક્તે અમુલ પેટર્ન મુજબ પ્લાન્ટ વિભાગમાં ૧૬ લાખનું કેન વોશર,૧૪ લાખના બે ઇવેપોરેટીવ કન્ડેન્સર, ૬ લાખના ખર્ચે કોમ્પ્રેસર અને વીજળીની બચત થાય તેવી મોટર અને હાલમાં ઘાસચારો સંગ્રહ કરવા આશરે એક કરોડના ખર્ચે ગોડાઉન બનાવવાની કામગીરી હાથ ધરી છે તેવી દૂધ ડેરીના વિકાસના કામોનો ચિતાર આપ્યો હતો.

આ સભાના અધ્યક્ષ પી.આર.પાંડેએ ચાસવડ દૂધ ડેરી ભાવફેર ઘણો સારો આપ્યો હતઉં અને ખાતરના વેચાણ બાદ રીબેટ પણ અગાવના વર્ષોથી વધુ આપ્યું છે જે તેમની વ્યવસ્થાપક કમીટીના વહીવટને આભારી છે. સભામાં સભાસદોએ તેમના પ્રશ્નોની રજુઆત કરતા તેના સાચા અને સચોટ ઉકેલ અને જરૂરી સલાહ સુચન ડો.ગોરધનભાઈ ઘોઘારી જનરલ મેનેજર સુમુલ સુરતે આપ્યા હતા.

નેત્રંગ મંડળીની ૫૮મી વાર્ષિક સાધારણ સભામાં ૧૮ જેટલા પશુપાલકોને સન્માનવામાં આવ્યા હતા. સભાના અંતે આભાર દર્શન મંડળીના ડિરેક્ટર અતુલભાઈ પટેલે કરી છેલ્લા ચાર વર્ષમાં સુમુલનું સભાસદ પરત મેળવ્યું, ટેન્કર ખરીદી, જરૂરી સુધારા વધારામાં અને સભામાં જે સભાસદોએ સહકાર આપ્યો તે બદલ સૌનો આભાર માન્યો હતો.ખૂબ મોટી સંખ્યામાં સભાસદો,મંડળીના વ્યવસ્થાપક સમિતિના સભ્યો,પશુપાલકો હાજર રહયા હતા.

Latest Stories