દાહોદ જીલ્લાના દેવગઢ બારીયાની સ્પોર્ટસ એકેડેમીના ત્રણ રમતવીરોએ નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં એક સીલ્વર અને બે બ્રોન્ઝ મળી ત્રણ મેડલ મેળવી દાહોદ જીલ્લા સહિત રાજ્યનું નામ રોશન કર્યુ છે.

દાહોદ જીલ્લાની દેવગઢ બારીયા સ્પોર્ટસએકેડેમીના ત્રણ રમતવીરોએ તમિલનાડુના ત્રુણુન્મલાઈ ખાતે યોજાયેલ નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમા દેવગઢ બારીયાની સ્પોર્ટસ એકેડેમીના ત્રણ રમતવીરોએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી એથ્લેટિક સ્પર્ધામાં નેશનલ કક્ષાએ મેડલ મેળવ્યા છે.

જેમા ભાવનગરના વિશાલ મકવાણાએ ૧૦ કિલોમીટર દોડમાં બીજો નંબર આવતા સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે કશ્યપ સંઘાણી-રાજકોટ તેમજ દ્રષ્ટિ ચૌધરી-મહેસાણાએ ૩ કિલોમીટર દોડમાં ત્રીજો નંબર મેળવતા બંન્ને ખેલાડીને બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. દાહોદ જીલ્લાની દેવગઢ બારીયા સ્પોર્ટસ એકડમીના સીનીયર કોચ ડી.એસ.રાઠોડ અને એક્સપર્ટ કોચ રીડમલસિંહ ભાટીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા આ રમતવીરોએ ભવિષ્યમાં ગોલ્ડમેડલ મેળવીને ગુજરાત રાજ્યનું નામ રોશન કરવાની આશા વ્યક્ત કરી હતી.

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here