/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/IMG-20190331-WA0341.jpg)
ધોરાજીમાં સ્થાનિકોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ધોરાજીની વિશ્વકર્મા સોસાયટીના સ્થાનિકોએ મતદાન કરવાનો બહિષ્કાર કર્યો હતો.
ધોરાજીની વિશ્વકર્મા સોસાયટીમાં સ્થાનિકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ લોકોનો વિરોધ વધતો જઈ રહ્યો છે. ત્યારે વિશ્વકર્મા સોસાયટીના સ્થાનિકોએ મતદાન કરવાનો જ બહિષ્કાર કરી દીધો છે. વિશ્વકર્મા સોસાયટીમાં મત માંગવા નેતાઓ ન આવે તેવી રીતે બેનરો મારવામાં આવ્યા છે.
પ્રાથમિક સુવિધાઓ અને સગવડો નો જે હક છે એક નાગરિકનો જેને લઈ આંખ આડા કાન તંત્રએ કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના સ્થાનિકો પોતાનો અવાજ ઉઠાવી રહ્યા હતા ત્યારે આજે વિશ્વકર્મા સોસાયટીના સ્થાનિકોએ બેનરો મારી વિરોધ કર્યો છે. સોસાયટીના સ્થાનિકો દ્વારા બેનરોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અહીં નબળી નેતાગીરી કરતા નેતાઓએ મત માંગવા આવવું નહીં કારણ કે અહીંના સ્થાનિકો રોડ રસ્તા અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ થી વંચીત છે તેવા આક્ષેપો સાથે વિશ્વકર્મા સોસાયટીના સ્થાનિકો દ્વારા મતદાન કરવાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.