Connect Gujarat
ગુજરાત

નખત્રાણા દુર્ઘટના : મૃતક - પીડિતોને 17 લાખની સહાય અપાઈ

નખત્રાણા દુર્ઘટના : મૃતક - પીડિતોને 17 લાખની સહાય અપાઈ
X

કચ્છના નખત્રાણા તાલુકાના નાનીઅરલ નજીક 18 દિવસ અગાઉ મારુતિવાનમાં આગ ભભૂકી ઉઠી હતી જેમાં ત્રણ બાળકો જીવતા ભડથું થયા હતા તો 11 ને ઇજાઓ પહોંચી હતી આ બનાવમાં સરકાર દ્વારા 17 લાખની સહાય પીડિતના પરિવારને આપવામાં આવી છે.

અરલ પાસે સી.એન.જી. મારુતિવાનમાં એકાએક આગ ફાટી નીકળતા ગાડીમાં સવાર બાળકો આનંદી રતિલાલ ભદ્રુ, પારુ હિરજી જેપાર અને રીના કરશન ભદ્રુના મોત થયા હતા તેમના પરિવારજનોને તેમજ 11 ઈજાગ્રસ્તોને મુખ્યમંત્રી રાહતફંડમાંથી મૃતકદીઠ બે લાખ સહિત કુલ છ લાખની સહાયના ચેક તેમજ અકસ્માતમાં ઈજા પામનાર 11 જણાને રૂા. 11 લાખ મળી કુલ રૂા. 17 લાખની સહાયની રકમના ચેક આપવામાં આવ્યા છે.આ વેળાએ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, સાંસદ વિનોદભાઈ ચાવડા , કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા કલેકટર રેમ્યા મોહન, અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, નખત્રાણાના મામલતદાર એ.પી. ઠક્કર સહિતના હાજર રહ્યા હતા.

Next Story