/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/dc-Cover-usudmcfg4t1ui47784b0ninmg1-20160810164909.Medi_.jpeg)
ભાજપ દ્વારા 2019ની ચૂંટણીની તૈયારીઓ છેલ્લા કેટલાંય સમયથી કરવામા આવી રહી છે. જેના ભાગ રૂપે રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાની લોકસભા બેઠકનો તાગ મેળવવા બેઠક યોજાઈ હતી.
જેમા પ્રદેશ પ્રમુખ, જીતુ વાઘાણી, ભિખુભાઈ દલસાણીયા, મનસુખ માંડવીયા અને ભુપેન્દ્ર યાદવ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારે આ તકે પત્રકારો સાથેની વાતચીતમા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી એ કેન્દ્ર સરકાર પેટ્રોલ ડિઝલના ભાવ બાબતે લેવાયલ નિર્ણય અંગે જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકાર દ્વારા ખૂબજ મહત્વનો નિર્ણય કરવામા આવ્યો છે. છેલ્લા કેટલાંય સમયથી પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવ મુદ્દે કોંગ્રેસ રાજકારણ કરી રહી હતી. ત્યારે કોંગ્રેસના દેખાડવાના અને ચાવવાના દાત અલગ હોઈ તેવુ સપષ્ટ પણે જણાઈ રહ્યુ છે. તો સરકારે નવરાત્રી પહેલા જે નિર્ણય લીધો છે ભાવ ઘટાડવાનો તે ખૂબજ આવકારદાયક છે