નવસારી: બીલીમોરા શહેરમાં સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન, રાતોરાત ગૂનાખોરીનું વધતું પ્રમાણ

0

પરિવર્તન એ સંસારનો નિયમ છે સમયજતા વિવિધ શોધો પણ  ટેક્નોલોજીમાં થઈ પરંતુએ શોધોનો ઉપયોગ ન કરવામાં આવે તો નિરર્થક પુરવાર કહી શકાય નવસારીના બીલીમોરા શહેરમાં લગાવવામાં આવેલ કેમેરા તેનું ઉદાહરણ છે. છેલ્લા 3 વર્ષથી આ કેમેરા ટેક્નિકલ ખામીના કારણે બંધ હાલતમાં છે. જેથી ગુનેગારોને ફાવતી મળી છે. 

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ગુનેગારોને મોકળું મેદાન હાથે લાગી ગયું છે. ગુનેગારોને જાણે પોલીસનો ડર જ રહ્યો નથી. ચોરો રાત્રિ દરમિયાન લૂંટફાટ અને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ઠગાઈ અને ચેનસ્નેચિંગના બનાવોમાં ઉત્તરોઉત્તર વધારો નોંધાઇ રહ્યો છે. ગુનાઓનો ઉકેલ પોલીસ શોધી શકી નથી ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. તેમ છતાં અહીંના સીસીટીવી 3 વર્ષથી બંધ હાલતમાં છે. જેના કારણે અહીં ગુનાઓ ઉકેલવામાં પોલીસને ફાંફા પડી રહ્યા છે.

બીલીમોરા પાલિકાએ બજેટમાં 10 લાખ જેટલા રૂપિયા ફાળવ્યા છે પરંતુ સંકલનના અભાવને લઈને વર્ષમાં ચોરીના 30 બનાવો, ચેનસનેચિંગના 20  અને 15 જેટલા ઘરફોડ ચોરીના બનાવોએ જોર પકડ્યું છે. 

તાજેતરમાં નવસારી શહેરની લૂંટમાં પગેરું શોધવામાં સીસીટીવી મહત્વની કડી બનીને આરોપીઓને દબોચી લેવામાં પોલીસને મોટી સફળતાઓ મળી છે. ત્યારે બીલીમોરા શહેરમાં થતા બનાવો અંગે પણ જાગૃતતા આવે તો શહેરમાં ચોરી લૂંટ અને ચેનસ્નેચિંગ કરતા ગુનેગારો પર અંકુશ લાવી શકાય તેમ છે. પણ વિલંબના કારણે શહેરીજનો જોખમમાં મુકાય રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસ વિભાગ ત્વરિત પગલાં ભરે તેવી માંગ છે.

બિલિમોરા પાલિકા અને લોકભાગીદારી સાથે જિલ્લા પોલીસ વિભાગના સંકલનના અભાવને કારણે બિલિમોરા શહેરમાં નવા સીસીટીવી લાગી શક્યા નથી જેમાં ગુનેગારો મોકાનો લાભ લઈને પોતાના મનસૂબાને અંજામ આપી પ્લાયન થઈ જઈ રહ્યા છે.જો કે આ ગુનાખોરીને ડામવા પોલીસ પ્રશાસન સહિત ટેક્નિકલ ઉપકરણો પણ મહત્વનો ભાગ ભજવતા હોય છે. તેથી 3 વર્ષથી બંધ પડેલ સીસીટીવી કેમેરા રેપેરિંગ કરાય તેવી આશા સેવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here