New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/nasa.jpg)
અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ મંગળ ગ્રહ પર ઓક્સિજન બનાવવાની યોજના બનાવી છે. આ માટે રોવર નામના મિશન હેઠળ વૈજ્ઞાાનિકો ૨૦૨૦ સુધીમાં મંગળ પર સુક્ષ્મજીવો મોકલશે. સંશોધકોને એવી આશા છે કે આ સુક્ષ્મજીવો ગ્રહ પર ટકી જઇને શરીર માંથી ઓકિસજન બહાર કાઢશે.
જો આ પ્રયોગ સફળ રહેશે તો ભવિષ્યમાં માનવ સમુદાયને મંગળ પર વસાવવાની દિશામાં આ ખૂબજ મોટી સફળતા ગણાશે. હાલમાં મંગળ પર ઓકિસજનની માત્રા ૦.૧૩ ટકા છે. જયારે કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ ૯૫ ટકા હોવાનું જાણવા મળ્યું છે.
Latest Stories