નેત્રંગઃ અમરાવતી નદીમાં બનાવેલું ડાયવર્ઝન તૂટ્યું, પાણીમાંથી પસાર થવા મજબૂર લોકો

New Update
નેત્રંગઃ અમરાવતી નદીમાં બનાવેલું ડાયવર્ઝન તૂટ્યું, પાણીમાંથી પસાર થવા મજબૂર લોકો

કાંટીપાડા, ટીમલા, કોચબાર, ડેબાર, મોવી સહિતનાં ગામના લોકોનો નેત્રંગ સાથેનો વ્યવહાર તૂટ્યો

નેત્રંગ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે અમરાવતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. જેના પગલે નદી બે કાંઠે વહેતી થઈ હતી. આ નદી ઉપર પુલની નજીક બનાવેલું ડાયવર્ઝન પાણીનાં ફોર્સમાં તૂટી જતાં લોકો જીવન જોખમે પસાર થવા મજબૂર બન્યા છે.

નેત્રંગથી રાજપીપળા તરફ જતા માર્ગ ઉપર અમરાવતી નદીનો બ્રિજ ખખડધજ થઈ જતાં સાંસદ મનસુખ વસાવાએ તેમાં દરમિયાનગીરી કરવી પડી હતી. આખરે તંત્રએ બ્રિજ બનાવવાની મંજૂરી આપતાં કામગીરી શરૂ કરવામાં આવી છે.

બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે અમરાવતી નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો. જેના પગલે નદીમાં બનાવેલું ડાયવર્ઝન પ્રથમ વરસાદે જ તૂટી જતાં માર્ગ ઉપરનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. જેમાં ખાસ કરીને કાંટીપાડા, ટીમલા, કોચબાર, ડેબાર, મોવી સહિતનાં ગામના લોકો નેત્રંગ ખાતે ખરીદી અને અન્ય કામે આવતા હોય તેમને પાણીના પ્રવાહમાથી પસાર થવા મબજુર બનવું પડ્યું છે.

તો રાજપીપળા જતા તમામ વાહનો ઉપર બ્રેક વાગી ગઈ છે. હાલતો આ તમામ ગામોન લાકોને મોટો ફેરો પડી રહ્યો છે.

Latest Stories