/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/vidya-balan-1507595961.jpg)
નેશનલ એવોર્ડ વિજેતા વિદ્યા બાલનનો જન્મદિવસ છે. પહેલી જાન્યુઆરી, 1979નાં દિને જન્મેલી વિદ્યા આજે 39 વર્ષની થઇ છે. તાજેતરમાં એની તુમ્હારી સુલુ ફિલ્મ હિટ રહી હતી.
જો કે એણે કહ્યુ હતુ કે હું મારા માતાપિતા અને સ્વજનો સાથે સાવ સાદાઇથી મારો જન્મદિવસ ઉજવવાની છું. 'હું અપરિણિત હતી ત્યારે રાત્રે બાર વાગ્યે મારા માતાપિતાને જગાડીને કહેતી કે મને આશીર્વાદ આપો. આમેય પહેલે થી મારા બર્થ ડે પર અમે સાદાઇ થી ઉજવણી કરતા રહ્યા છીએ. મને ખોટા ભપકા અને હો હા ગમતા નથી પરણ્યા પછી હું મારા પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે એજ રીતે સાદાઇથી બર્થ ડે ઉજવુ છું.
વિદ્યાએ વધુમાં કહ્યું કે હાલ અમે તુમ્હારી સુલુ હિટ નીવડયાની ઉજવણી કરી રહ્યા છીએ. મને એક સાથે બે ત્રણ ફિલ્મો કરવાનું ગમતુ નથી. નવી ફિલ્મ હું 2018માં સાઇન કરીશ. હાલ એ સિવાય કોઇ નવી યોજના નથી.
વિદ્યાએ 2003માં બંગાળી ફિલ્મ ભાલો ઠેકોથી અભિનય કારકિર્દી શરૃ કરી હતી. એણે અત્યાર સુધીમાં ડઝનેક ફિલ્મો આપી છે. જેમાં કેટલીક હિટ અને કેટલીક ફ્લોપ નીવડી હતી. એની હિટ ફિલ્મોમાં મુન્નાભાઇ સિરિઝની લગે રહો મુન્નાભાઇનો સમાવેશ થાય છે.
વિદ્યા બાલનનાં જન્મદિન પ્રસંગે તેનાં ચાહકોએ સોશિયલ મિડીયા પર શુભેછા પાઠવી હતી.